Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી નંબરો પંચ કરાવીને ટ્રક-ડમ્પરો વેચી નાખનાર રાજસ્થાનની ત્રણ ગેંગના સભ્યો ઝડપાયા

અમદાવાદ:ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી ટ્રકો અને ડંમ્પરો ચોરીને છોટા ચેસીસ નંબરો પંચ કરાવીને વેચી નાંખતી રાજસ્થાનની ગેંગના ત્રણ શખ્સોની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસે ૪૩ લાખની કિંમતના ૯ વાહનો કબજે કરીને તેમના સાગરીતોની શોધ આદરી છે.ક્રાઈમ બ્રાંચે વાહનો ચોરી કરતા ગુરપ્રિતસિંગ ઉર્ફે તોતાસિંગ અને અજય ઓમપ્રકાશ યાદવની ચાર મહિના અગાઉ ધરપકડ કરી હતી. જેમાં રાજસ્થાનના ઓમપ્રકાશ મારવાડીની ગેંગનો હાથ હોવાનું જણાયું હતું. આથી ક્રાઈમ બ્રાંચે ઝુડાલ સર્કલ નજીકથી ઓમપ્રકાશ મારવાડીની સ્વિફ્ટ ડિઝાયર કાર સાથે ધરપકડ કરી હતી. તેની પુછરપરછ બાદ વાહનો વેચાણથી લેતા તિરથ મકવાણાની  ધરપકડ કરી હતી.

(5:39 pm IST)