Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

અમદાવાદમાં છેલ્લા ૫ વર્ષમાં સેકસ ચેન્જ કરાવવાની સંખ્યા થઇ ગઇ ડબલ

સેકસ ચેન્જ ઓપરેશન કરાવી રહ્યા છે લોકો આવું કેમ?: મોટાભાગ સેકસ ચેન્જ કરાવી પુરૂષ બને છે

અમદાવાદ, વડોદરા, તા.૩: પાર્થ શાસ્ત્રી્રૂ સચિન શર્મા, અમદાવાદ/વડોદરાઃ ૩૦ વર્ષની અરુણા(નામ બદલેલ છે.) છેલ્લા એક વર્ષથી અમદાવાદમાં મનોચિકિત્સક પાસે સારવાર લઈ રહી છે. તે કહે છે કે, 'હું મારા માતા-પિતાનું એક જ સંતાન હતી. જેથી મને છોકરાની જેમ જ ઉછેરવામાં આવી હતી. નાનપણથી જ મને છોકરાની જેમ કપડા પહેરાવવામાં આવતા હતા. હવે જયારે નવા શહેરમાં આવી છું તો મને એક પાર્ટનર મળી ગયો છે અને માટે જ મારે સેકસ ચેન્જ કરાવી મહિલામાંથી પુરુષ બનવું છે. હવે જયારે મારા આ નિર્ણય અંગે પેરેનટ્સને વાત કરી તો તેઓ મને છોકરીમાંથી છોકરા તરીકે જોવા તૈયાર જ નથી.'

જોકે આવો કિસ્સો એક અરુણાનો જ નથી નિષ્ણાંતો કહે છે કે અમદાવાદમાં છેલ્લા પાંચ વર્ષમાં સેકસ ચેન્જ ઓપરેશન કરાવનાર લોકોની સંખ્યામાં બે ગણો વધારો થયો છે. પહેલા વર્ષમાં બહુ બહુ તો આવી સર્જરી ૫ થતી હતી જયારે હવે આવી સર્જરી એક વર્ષમાં ૧૦ પહોંચી જાય છે.

અમદાવાદના પ્લાસ્ટિક સર્જન ડાઙ્ખ. પી.કે. બિલવાનીએ ૧૯૭૭થી લઈને અત્યાર સુધીમાં ૪૭ જેટલી સેકસ ચેન્જ સર્જરી કરી છે. તેઓ કહે છે કે 'પાછલા વર્ષોની સરખામણીએ સેકસ ચેન્જ કરાવવાવાળાઓની સંખ્યામાં દ્યણો વધારો થયો છે. હાલ તો મારી પાસે જ ૫ જેટલી સર્જરી એનલિસ્ટમાં છે.' તો અમદાવાદના મનોચિકિત્સક ડો અમ્રિત બોદાણીએ પણ તેમના સૂરમાં સૂર પુરાવતા કહ્યું કે, 'આ વર્ષે તેમણે ૧૦ દર્દીઓને સેકસ ચેન્જ ઓપરેશન અંગે કન્સલ્ટ કર્યા છે. સેકસ ચેન્જ માટેની સંખ્યા વધવા પાછળ જેન્ડર ડાયસ્ફોરિયા મુખ્ય કારણ છે.'

તેમણે વધુમાં કહ્યું કે, શ્નજયારે વ્યકિત સાથે એવું બને કે પોતાની જાતને જ ઓળખી ન શકે ત્યારે તે ખૂબ જ વધારે માનસિક આદ્યાતમાં હોય છે. તેને એમ લાગે છે કે પોતે કોઈ બીજાના શરીરમાં બંધાઈ ગયો છે. પરંતુ આશ્યર્યચકિત કરતી વાત એ છે કે આવા ૮૦% કેસમાં મહિલા સેકસ ચેન્જ કરાવી પુરુષ બનવા માગે છે. કદાચ આ આપણા સમાજની માનસિકતાનું પણ પરિણામ હોઈ શકે છે.લૃ

હવે તો સોશિયલ મીડિયા પર પણ આવા ટ્રાન્સસેકસ્યુઅલ વ્યકિતઓને જરુરી મોરલ સપોર્ટ આપતા ગ્રુપ છે. બની શકે કે દ્યણા લોકો જન્મથી એક જેન્ડરના હોય પણ અંદરથી અને સ્વભાવથી તેઓ બીજા જેન્ડરના હોય. વડોદરાના આક્રિતિ પટેલ વર્ષ ૨૦૧૫માં આ પ્રકારની સર્જરી કરાવી ચૂકયા છે ત્યારે તેમને પણ દ્યણા લોકો સોશિયલ મીડિયા દ્વારા કોન્ટેકટ કરને પ્રશ્નો પૂછતા હોય છે તેમણે કહ્યું કે, શ્નમારી જાણ મુજબ મારા સકસેસફૂલ ઓપરેશન બાદ વડોદરામાંથી પાંચ વ્યકિતઓએ આ ઓપરેશન કરાવ્યું છે. પરંતુ દ્યણા એવા પણ લોકો છે જેઓ આવી સ્થિતિમાં હોવા છતા સર્જરી કરાવતા નથી કેમ કે તેમને સમાજનો ડર હોય છે.

(3:44 pm IST)