Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

સુઈગામની સેવડ ગામે નર્મદાની કેનાલમાં 20 ફુટનું ગાબડું : પાક ધોવાતા ખેડૂતોમાં ભારે રોષ

ખેતરમાં જીરાનું વાવેતર કર્યું હતું તમામ પાક ધોવાઇ જતા ખેડૂતોને મોટું નુકશાન

બનાસકાંઠાની સુઈગામની સેવડ ગામે નર્મદાની માઈનોર કેનાલમાં 20 ફુટનું ગાબડું પડ્યું હતું. કેનાલમાં ગાબડુ પડતા આજુબાજુના ખેતરોમાં પણી ફરી વળતા ખેડૂતોને મોટી સંખ્યામાં તકલીફ પડી છે. તમામ પાક ધોવાઇ ગયો છે.  

કેનાલમાં ગાબડું પડતા કેનાલનું પાણી ખેતરોમાં ફરીવળ્યું છે. ખેતરમાં જીરાનું વાવેતર કરવામાં આવ્યું હતું તે તમામ પાક ધોવાઇ જતા ખેડૂતોને મોટી સંખ્યામાં નુકશાન થયું છે. વારંવાર ખેતરમાં ગાબડા પડવાથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. ખોડૂતોનો આક્ષેપ છે કે કેનાલ બનાવવામાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવાના કારણે કેનાલમાં ગાબડા પડે છે.

(1:27 pm IST)