Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

લોકરક્ષક દળની પરીક્ષાથી પરત ફરતા એક મહિલા અને યુવકનું મોત: છ ને ઇજા

અમદાવાદ: રાજ્યભરમાં લોકરક્ષક દળની પરીક્ષાનું આયોજન કરાયું હતું પરંતુ પેપર લીક થઇ જતા આ પરીક્ષાને રદ કરાઈ હતી ત્યારે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ લોકરક્ષક દળની પરીક્ષા આપીને પરત ફરતા બે પરિક્ષાર્થીઓનું અકસ્માતમાં મોત થયું છે. જ્યારે 6 લોકોને ઇજા પહોંચી છે.

   મહેસાણાથી અમદાવાદ લોકરક્ષક દળની પરીક્ષા આપવા આવેલા યુવકનું એસટી બસની ટક્કરે મોત થયું હતું. મહેસાણાથી બાઇક વિહોલ જતિનસિંહ પ્રદીપસિંહ નામનો 26 વર્ષયી યુવક અને તેનો મિત્ર લોકરક્ષક દળની પરીક્ષા આપવા અમદાવાદ આવ્યા હતા. પરંતુ પરીક્ષા રદ કરવામાં આવતા  પરત તેને ઘરે જઇ રહ્યો હતો. તે દરમિયાન ગાંધીનગર બાવલા ચોકડી નજીક એસટી બસની ટક્કરથી તેનું મોત થયું હતું. જ્યારે તેની સાથે આવેલા તેના એક મિત્ર ઇજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

અન્ય એક અકસ્માતની ઘટના ભચાઉ નજીક બની છે. મોરબી નજીક ટંકારાના પરીક્ષાર્થીઓ અર્ટીકા કાર લોકરક્ષક દળની પરીક્ષા આપવા ભૂજ આવ્યા હતા. પરંતુ પરીક્ષા રદ થતા તેઓ ત્યાંથી પરત પોતાના વતન ફરી રહ્યાં હતા. તે દરમિયાન ભચાઉ નજીક કાર પલટી મારી જતાં પાંચ પરીક્ષાર્થીઓને ઇજા પહોંચી હતી ત્યારે તેમની સાથે આવેલા આશરે 50 વર્ષીય મહિલાનું મોત થયું હતું. ત્યારે ઇજાગ્રસ્ત પરીક્ષાર્થીઓને ભચાઉ અને ગાંધીધામની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

(10:31 pm IST)