Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

સુરતના અમરોલીમાં ત્રણ માળના ઍપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી થતા ભાગદોડ મચી જવા પામી

સુરત: શહેરના અમરોલી ગામ ખાતે ત્રણ માળના એપાર્ટમેન્ટમાં   ગત મોડી રાતે  ત્રીજા માળે ગેલેરીનો ભાગ તુટી પડતા ભાગદોડ મચી ગઈ હતી. ફાયરજવાનોએ 100 થી વધુ લોકોને સહીસલામત બહાર કાઢ્યા હતા.

ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ અમરોલી ગામ ખાતે આવેલ જલારામ મંદિર નજીક ત્રણ માળનું રત્નમણિ એપાર્ટમેન્ટ જર્જરીત થઇ ગયું  છે.  છતાં લોકો વસવાટ કરે છે. ગત મોડી રાતે ત્રીજા માળે લોબીનો સ્લેબનો ભાગ અચાનક તુટી પડયો હતો. તેથી ત્યાં રહેતા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. ભયભીત થયેલા લોકો પોતાનો જીવ બચાવવા ભાગમભાગ મ કરવા લાગ્યા હતા. આ અંગે ફાયર વિભાગને જાણ કરાતા ફાયર ઓફિસર વિજયકાન્ત તિવારી ફાયરજવાનો સાથે સ્થળ ઉપર પહોંચી ગયા હતા. એપાર્ટમેન્ટની ઉપરના માળે રહેતા લોકો બુમાબુમ કરતા હતા. તેથી 8 જેટલા ફાયરજવાનોએ 100 થી વધુ રહીશોનું રેસ્ક્યુ કરી સહિલસામત નીચે ઉતાર્યા હતા. જેમાં વયોવૃદ્ધોને  ફાયરજવાનોએ ખભાનો સહારો આપીને નીચે ઉતાર્યા હતા. આ અંગે પાલિકાને જાણ થતા બિલ્ડીંગ ઇન્સ્પેકટર સહિતના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને  કાર્યવાહી હાથ ધરી હતી.

(5:53 pm IST)