Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

ખેડા જિલ્લામાં બે અલગ અલગ સ્થળો પર સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા

નડિયાદ : ખેડા જિલ્લામાં બે અલગ અલગ સ્થળે અકસ્માતો સર્જાયા હતા.વડોદરા-અમદાવાદ રોડ ઉપર આવેલ વણસર ગામની એક હોટલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જ્યારે અમદાવાદ-ઇન્દોર હાઇવે રોડ પરના પીઠાઇ કટ પાસે અકસ્માત સર્જાયો હતો.આ બંને અકસ્માતોના બનાવોમાં કુલ-૨ વ્યક્તિઓના મૃત્યુ નિપજયા હતા જ્યારે ૪ વ્યક્તિઓને શરીરે ઇજાઓ પહોચી હતી.

આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર અમદાવાદન શાહપુરમાં  રહેતા મહંમદફારૂક  અનવરહુસેન શેખ ગતરોજ તેમના ઓળખીતાના ફાર્મ હાઉસ પર  રોકાયા હતા. આજ રોજ તેઓ મોટર સાયકલ લઇને તથા તેમના મિત્ર મહંમદઇરફાન રીક્ષા લઇને એક હોટલ ચા-નાસ્તો કરવા ગયા હતા.ચા-નાસ્તો કરી પરત જવા નિકળ્યા હતા.તે સમયે એક ગાડીના ચાલકે  તેની ગડીપુરઝડપે  અને ગફલતભરી રીતે હંકારી રીક્ષાને અડફેટ મારી હતી.જેથી રીક્ષામાં  સવાર કુલ-પાંચ વ્યક્તિઓને શરીર ેગંભીર ઇજાઓ પહોચી હતી. જેમાં મહંમદઇરફાનહસુમીયા શેખ અને મૂમતાજબાનુ અનવરહુસેન શેખને શરીરે ગંભીર ઇજાઓ પહોચતા તેમનુ ઘટના સ્થળે મૃત્યુ નિપજયુ હતુ.જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને શરીરે નાની મોટી ઇજાઓ પહોચી હતી.આ બનાવ અંગે મહમંદફારૂક અનવરહુસેન શેખે માતર પોલીસ મથકે ગાડીના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. કઠલાલના પીઠાઇમાંરહેતા અરવિંદભાઇ ડાભી આજે બપોરે તેમના પિતાજી કાન્તીભાઇ કઠલાલ ખરીદી કરવા માટે જતા હતા.તે સમયે તેઓ અમદાવાદ-ઇન્દોરહ હાઇવે રોડ પર આવેલ પીઠાઇ કટનજીકથીપસાર થઇરહ્યા તે સમયે એક મોટર સાયકલના ચાલકે તેનુ મોટર સાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી અરવિંદભાઇના મોટર સાયકલને અડફેટ મારી હતી.જેથી મોટર સાયકલ પર  સવાર અરવિંદભાઇના પિતાજી પડી જતા શરીરે  ઇજાઓ પહોચી હતી. આ બનાવ અંગે અરવિંદભાઇ કાન્તીભાઇ ડાભીએ કઠલાલ પોલીસ મથકે મોટર સાયકલના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી  છે.જ્યારે માતર અને કઠલાલ પોલીસે  ફરિયાદો લઇ ગુનાઓ નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

(5:46 pm IST)