Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

ગાંધીનગરમાં છેલ્લા થોડાક સમયથી વેરો ન ભરનાર હજાર જેટલા એકમોને નોટિસ ફટકારવામાં આવી

ગાંધીનગર:શહેરમાં મહાનગરપાલિકા દ્વારા રહેણાંક અને કોમર્શિયલ મિલકતો પાસે મિલકત વેરો વસુલવામાં આવી રહયો છે ત્યારે અત્યાર સુધીમાં રપ કરોડથી વધુની વસુલાત થઈ ચુકી છે. છેલ્લા ઘણા સમયથી વેરો નહીં ભરનાર એકમોની સ્ફુટીની કરવામાં આવી છે અને તે પૈકી અત્યાર સુધીમાં એક હજાર જેટલા એકમોને વેરો ભરી જવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. દિવાળીના તહેવારો બાદ વેરો વસુલાતની ઝુંબેશને વધુ સઘન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. 

ગાંધીનગર મહાનગરપાલિકાનું વિસ્તરણ કરીને આસપાસના ગ્રામ્ય વિસ્તારોને સમાવી લેવામાં આવ્યા છે. આગામી વર્ષથી આ નવા વિસ્તારમાં પણ વેરા વસુલવામાં આવશે. જો કે હાલ તો ગાંધીનગર શહેરમાં પપ હજાર જેટલી રહેણંાંક અને દસ હજાર જેટલી કોમર્શીયલ મિલકતો પાસેથી નિયમ મુજબનો વેરો વસુલવામાં આવી રહયો છે. ચાલુ વર્ષે એડવાન્સ મિલકત વેરાની ડીબેટ યોજના પુર્ણ થઈ ગયાને છ મહિના જેટલો સમય થઈ ગયો છે ત્યારે હજુ પણ કોર્પોરેશનની કચેરીએ વેરો ભરવા માટે નહીં ડોકાયેલા એકમોની સ્ફુટીની તૈયાર કરવામાં આવી છે. જેમાં હાલ તો રપ હજારથી લઈને પાંચ લાખ સુધીના બાકીદારોની યાદી તૈયાર કરવામા આવી છે જે પૈકી એક હજાર જેટલા એકમોને નોટિસ મોકલીને વેરો ભરી જવા માટે તાકીદ કરવામાં આવી છે. પ્રથમ નોટિસ મળ્યા બાદ પણ હજુ ઘણા મિલકત ધારકોએ વેરો ભર્યો નથી જેથી તેમને બીજી નોટિસ આપવામાં આવશે અને ત્યારબાદ પણ વેરો નહીં ભરાય તો આખરી નોટિસ બજાવવામાં આવશે. દિવાળીના તહેવારો બાદ મિલકત વેરો વસુલવા માટે કડક ઉઘરાણી શરૃ કરવામાં આવશે તેમ સુત્રો જણાવી રહયા છે એટલું જ નહીં અત્યાર સુધીમાં રપ કરોડ ઉપરાંતના મિલકતવેરાની વસુલાત થઈ ચુકી છે ત્યારે આ વખતનો ટાર્ગેટ પૂરો કરવા માટે કોર્પોરેશનનું તંત્ર કામે લાગશે.  

 

(5:46 pm IST)