Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

અંબાજી માતાજીનાં આરતી-દર્શનના સમયમાં ફેરફાર : ડાકોર-વડતાલમાં રોશનીનો ઝગમગાટ

દિપાવલી પર્વને આવકારવા તિર્થધામ અને યાત્રાધામોમાં તડામાર તૈયારી

રાજકોટ,તા. ૩ : બનાસકાંઠા જીલ્લામાં બિરાજમાન શ્રી અંબાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દિવાળી તહેવારમાં માતાજીના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.

જે અંતર્ગત તા. ૫ના સવારની ૬ વાગ્યાની આરતી ૬:૩૦ વાગ્યા સુધી ચાલશે. અને દર્શન ૬:૩૦ થી ૧૦ : ૨૫ વાગ્યા સુધી ભાવિકો કરી શકશે. રાજભોગ અને આરતી બપોરના ૧૨ થી ૧૨:૩૦ વાગ્યા સુધી થશે. અને બપોરના ૧૨:૩૦ થી સાંજના ૪:૧૫ સુધી ભાવિકો દર્શનનો લાભ લઇ શકશે. જ્યારે સાંજની આરતી ૬ : ૩૦ થી ૭ વાગ્યા સુધી થશે અને માતાજીના દર્શન સાંજના ૭ થી રાત્રીના ૧૧ વાગ્યા સુધી ભાવિકો કરી શકશે. આ ક્રમ તા. ૯ નવેમ્બર સુધી યથાવત રહેશે. તા. ૧૧ નવેમ્બરથી જુના સમય મુજબ દર્શન-આરતી થઇ શકશે. દિવાળી તહેવારમાં ખેડા જીલ્લાના યાત્રાધામ ડાકોર અને તિર્થધામ વડતાલ મંદિરમાં રોશનીનો ઝગમગાટ કરાયો છે.

(2:55 pm IST)