Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

આયુર્વેદમાં ઔષધિઓનો નક્ષત્રો અને દેવતાઓ સાથે સુક્ષ્મ અને દિવ્ય સંબંધ છે:માધવપ્રિયદાસજી સ્વામી એસજીવીપી ગુરુકુલમાં સામૂહિક રોગ મુક્તિમાટે યોજાયેલ ધનવન્તરી પૂજન અને યજ્ઞ 150 વૈદ્યો અને ડોકટરો સજોડે બેસી યજ્ઞ જોડાયા હતા

અમદાવાદ તા. 3 દેવો અને દાનવોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે જે રત્નો સમુદ્રમાંથી નીકળ્યા તેમાંના એક લક્ષ્મીજી અને બીજા ધનવન્તરી ભગવાન હતા.

લક્ષ્મીજીને ધન, વૈભવ અને સમૃદ્ધિના દેવી માનવામાં આવેછે.જ્યારે ભગવાન ધનવન્તરીને સ્વાસ્થ્યના દેવ માનવામાં આવે છે.

આજે પાવનકારી ધનતેરસના દિવધુમાડોસે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપીના આંગણે ગુજરતા ભરના 150 ઉપરાંત વૈદ્યો અને ડોકટરો સજોડે બેસી  ધનવન્તરી યજ્ઞ જોડાયા હતા.

        આ ધનવન્તરી યજ્ઞમાં જુદી જુદી ઔષધિઓ, ઘી, જવ, તલ, એલચી, જટામાસી, નગર, સુગંધી વાળો, ચંદન, ગુગળ, કપુર તેમજ અન્ય ઔષધિઓની આહુતિ આપવામાં આવી હતી.

આ ધનવન્તરી યજ્ઞનો ધુમાડો ચિકનગુનિયા, ઔરી, અછબડા, વાયરલ, ફિવર, શરદી, ઉધરસ જેવી બિમારીઓ સામે પ્રતિકાર કરી શકે છે. તેમજ યજ્ઞમાં બોલાતા વૈદિક મંત્રોચ્ચારના આંદોલનના પ્રભાવથી મનની નિર્બળતા, હતાશા, વગેરે દૂર થાય છે અને મનમાં શાંતિ થાય છે.

ટેલિફાન દ્વારા શા.માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવેલ કે આપણે અહીં ગુરુકુલમાં ઘણા વરસ થયા ધનવન્તરી યજ્ઞ થાય છે તેનો પ્રભાવ આપણા પરિસરમાં ખૂબજ થાય છે.

આપ સર્વે વૈદ્યરાજો હોસ્પિટલમા  ખૂબજ સેવા કરો છો તેનો અમને ખૂબજ સંતોષ છે. દરિદ્રનારાયણની વધારેમાં વધારે સેવા થાય અને તેનો યશ આપને જાય એવી ભગવાન પાસે પ્રાર્થના છે.

આયુર્વેદમાં ઔષધિઓનો નક્ષત્રો અને દેવતાઓ સાથે સુક્ષ્મ અને દિવ્ય સંબંધ છે.આજે ધનતેરસનો દિવસ એટલે ધન શુદ્ધિનો દિવસછે.

પ્રાપ્ત થયેલી સંપત્તિનો સારા કામમાં ઉપયોગ થાય,દિન દરિદ્રો અને અબોલ પ્રાણીઓ માટે વપરાય એજ દાનની સાચી શુદ્ધિ છે.આજ ભગવાનની સાચી પૂજા છે.

આ પ્રસંગે પુરાણી સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવેલ કે આપણા પરિસરમાં દરરોજ સવારે વિષ્ણુયાગ અને સાંજે ધનવન્તરી યાગ થાય છે.

યજ્ઞની તેમજ અન્ય વ્યવસ્થા શાસ્ત્રી માધવચરણદાસજી સ્વામીની આગેવાની નીચે વૈદરાજ તપનકુમાર, વૈદરાજ પ્રવિણભાઇ હિરપરા, વૈદ્યરાજ વિનયભાઇ વોરા, વૈદ્યરાજ ભાવેશભાઇ જોષી તથા વસોયા સુભાષભાઇ વગેરેએ સંભાળી હતી.

(1:10 pm IST)