Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

બાઇક ઉઠાવતી ગેંગ ગરીબ મધ્યમ વર્ગની દિવાળી ન બગડે તેવા પ્રયાસો રંગ લાવી રહ્યા છે

સુરત સીપી અજય કુમાર તોમર ટીમ તહેવારમાં વિશેષ એલર્ટ, અમરોલી પીઆઇ આર.પી.સોલંકી, પીએસઆઈ વી.એ.ડોડીયા, સ્ટાફના મહેશભાઈ, વશરામભાઇ અને કિરીટભાઇ ઠક્કર ટીમને સફળતા

  રાજકોટ તા.૩, દિવાળી પ્રજા માટે છે. આપણે પોલીસ છીએ માટે આપણે પ્રજાની દિવાળી ન બગડે તે માટે આપણે ગુનેગારો પરથી નજર હટાવવાની નથી એવી સૂચના પોલીસ  ને પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા અપાયેલ જે રંગ લાવી રહી છે. કુખ્યાત બાઈક ચોર ગેંગના સભ્યને અમરોલી પોલીસ મથક દ્વારા આબાદ ઝડપી લેવામાં આવેલ છે.

ગઇ તા.૦૧ના રોજ અમરોલી પોલીસ સ્ટેશન એ ૧૧૨૧૦૦૦૪૨૧૨૬૬૪/૨૧ ઇ.પી.કો. કલમ ૩૭૯ના કામે તા.૩૦/૧૦/૨૦૨૧ ના કલાક ૨૨/૦૦ થી તા.૩૧ / ૧૦/૨૦૨૧ના કલાક ૯ વાગ્યા દરમિયાન હરકોઇ સમયે અમરોલી મારૂતી ધામ સોસાયટીના ગેટ પાસે આવેલ પ્રમુખ દર્શન સોસાયટી એ-૨૭ રીફરેશ મોટર નામના ગેરેજની બહાર જાહેરમાંથી યામાહા ફસીનો મો.સા. રજીસ્ટ્રેશન નં. જીજે-૦૫-એનસી-૧૫૪૩ જેની કિ. રૂ. ૨૦,૦૦૦ ની ગણી શકાય તે ગાડી કોઇ ચોર ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે ખોલી ચોરી કરી લઇ ગયેલ હોય જે બાબતે તા.૦૧/૧૧/૨૦૨૧ના કલાક ૦૦/૩૦ વાગે ઉપરોકત નંબરથી ગુનો રજીસ્ટર થયેલ છે.

સદર ગુનો શોધી કાઢવા સારૂ તેમજ વાહન ચોરીના બનાવો અટકાવવા સારૂ નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન-૪ તથા મદદનીશ પોલીસ કમિ. શ્રી જી. ડીવીઝન નાઓએ પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર.પી.સોલંકી નાઓને જરૂરી સુચના આપેલ પોલીસ ઇન્સ્પેકટર શ્રીનાઓએ સર્વેલન્સના પો.સ.ઇ. શ્રી વી.એ. ડોડીયા નાઓને તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને જરૂરી સુચના માર્ગદર્શન આપેલ હોય જે આધારે પો.સ.ઇ. શ્રી વી.એ.ડોડીયા નાઓના સંપૂણે માર્ગદર્શન હેઠળ અ.હે.કો. મહેશભાઇ વશરામભાઇ તથા અ.પો.કો. કિરીટભાઇ રસીકભાઇ નાઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ બાતમી આધારે અમરોલી કોસાડ આવાસ એચ-૧ના ગેટ ખાતેથી કાયદાના સંઘર્ષમાં આવેલ બે કિશોરોને તથા આરોપી મનોજ ઉર્ફે મસતાન ઉર્ફે લાલુ સતીશભાઇ રાઠોડ ઉ.વ.૧૯  ધંધો-બેકાર રહેવાસી બિ.નં.૩૦/બી/૨૩ એચ -૧ કોસાડ આવાસ અમરોલી સુરત મુળગામ ભરૂચ સ્ટેશનની સામે ભરૂચને કાળા કલરની યામાની ફસીનો મો.સા. રજીસ્ટેશન નં. જીજે-૦૫-એનસી-૧૫૪૩ જેની કિંમત ૨૦,૦૦૦ની ગણી શકાય તે સાથે પકડી તેમની યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા સદર મો.સા. ગઇ તા.૩૧/૧૦/૨૦૨૧ ના રોજ સાડા બારેક વાગે આરોપી/ કિશોરોએ ભેગા મળીને અમરોલી મારૂતી ધામ સોસાયટીના રીકરેશ મોટર નામના ગેરેજની બહાર જાહેરમાંથી ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ છે.

(11:32 am IST)