Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

ઓટો રીક્ષાના રજીસ્ટર્ડ એશોશીએશનોની રજુઆતો ધ્યાને લઈને ઓટોરીક્ષાના ભાડાના દરમાં વધારો : વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશભાઈ મોદીની જાહેરાત

ન્યુનત્ત્।મ ભાડું રૂ ૧૫.૦૦ ને વધારીને રૂ. ૧૮.૦૦ કરાયુ : પ્રતિ કિ.મી ભાડું હાલમાં રૂ. ૧૦.૦૦ને વધારીને રૂ. ૧૩.૦૦ કરાયુ : વેઇટીંગ ભાડું હાલમાં પાંચ મિનિટના રૂ. ૧.૦૦ને વધારીને એક મિનિટના રૂ.૧.૦૦ કરાયુ : આ ભાવ વધારો ૦૫/૧૧/૨૦૨૧થી લાગુ પડશે

રાજકોટ તા. ૩ : વાહન વ્યવહાર મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યુ છે કે ઈધણના ભાવોમા વધારો થયો છે જેને પરિણામે ઓટોરીક્ષાના રજીસ્ટર્ડ એશોશીએશનો દ્વારા ઓટોરીક્ષાના ભાડાના દરમાં વધારો કરવા રજુઆતો મળી હતી જેને ધ્યાને લઈને  એસોશીએશનના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં ભાડા વધારવાનો નિર્ણય કરાયો છે.

મંત્રીશ્રીએ ઉમેર્યુ કે,ન્યુનત્ત્।મ ભાડું (મીટર ડાઉનીંગ કોસ્ટ) હાલમાં રૂપિયા ૧૫.૦૦ છે, તેને વધારીને ન્યુનત્ત્।મ ભાડું રૂપિયા ૧૮.૦૦ કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે. તેજ રીતે પ્રતિ કિ.મી રનિંગ ભાડું હાલમાં રૂપિયા ૧૦.૦૦ છે, તેને વધારીને પ્રતિ કિ.મી રનિંગ ભાડું રૂપિયા ૧૩.૦૦ કરવાનું નક્કી કરાયુ છે.

આ ઉપરાંત વેઇટીંગ ભાડું હાલમાં પાંચ મિનિટના રૂપિયા ૧.૦૦ છે, તેને વધારીને એક મિનિટના રૂપિયા ૧.૦૦ કરવામાં આવેલ છે. આ ભાવ વધારો ૦૫/૧૧/૨૦૨૧થી લાગુ પડશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

(11:32 am IST)