Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

વીજતંત્ર દ્વારા ૨૬૩ ઇલે. આસિસ્ટન્ટને વતનમાં મુકાયા : ૯૯૮ને નિમણૂંકના ઓર્ડરો આપતુ તંત્ર

રાજકોટ તા. ૩ : પીજીવીસીએલ દ્વારા ગત મોડી રાત્રે ૨૬૩ જેટલા ઇલે. આસિસ્ટન્ટને તેમની વિનંતીથી વતનમ) બદલીના ઓર્ડરો કરી દિવાળી સુધારી દિધી છે, તો જેટકો અને પીજીવીસીએલની સર્કલ કચેરીઓ દ્વારા ૯૯૮ વીએસ ઇલે. આસિસ્ટન્ટની નિમણૂંક પ્રક્રિયા માટેનું એલોટમેન્ટ આપી દઇ ઓર્ડરો ઇસ્યુ કરી દિધા છે.

આ નિમણુંકમાં જેટકોમાં ૬૧૪, અમરેલી-૧૨, સુરેન્દ્રનગર-૧૭, ભાવનગર-૭, જૂનાગઢ-૩, રાજકોટ રૂરલ-૪, પોરબંદર-૪, રાજકોટ સીટી-૪, જામનગર-૧૧૧, ભૂજ-૩૮, મોરબી-૧૧૩ અને અંજાર-૭૧નો સમાવેશ થાય છે.

(11:31 am IST)