Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

વિદ્વાનો ૧૮મી સદીને જ્ઞાન, તર્કનો સમય, ૧૯મી સદીને જ ઈતિહાસની સદી ગણે છે

થોડું આશ્ચર્ય અને વિચિત્ર જરૂર લાગશે પણ આપણા ઈતિહાસને સત્ય સ્વરૂપે રજુ કરાયો નથીઃ આવો, થોડોક આપણા ઈતિહાસનો ઈતિહાસ જાણીએ : અંગ્રેજોએ આપણને અનાર્ય અને જંગલી સિધ્ધ કરવાની કોશીષ કરી, એ લોકોએ આપણા ઈતિહાસની હત્યા કરીઃ સ્વામી વિવેકાનંદજીએ કહેલું અંગ્રેજો દ્વારા લખાયેલ જૂઠો ઈતિહાસ ન ભણો, તે માત્ર સ્યુડો હિસ્ટોરીકલ પ્રોપેગેન્ડા છે

ઈતિહાસ વિશે આપણી ધારણાઃ- આપણો દ્રષ્ટિકોણ ઈતિહાસને  ''તથ્યોના સત્યોને સમજવાનો અને તેની માનવતા પરની અસરોનો મુલ્યાંકન કરવાનો રહ્યો છે. આપણે ઈતિહાસને ''અતીતના સ્મરણોમાં આલેખાયેલ માનવનું આચરણ અને તેની સમાજ જીવન પડેલી અસરો સમજી'' ભવિષ્ય પરનું આકલન મેળવતા .ઈતિહાસને રાષ્ટ્રની ''આંખ'' ગણતા.

સંસ્કૃતિ આપણા રાષ્ટ્રપુરૂષનું વ્યકિતત્વ અને ઈતિહાસ તેની કૃતિ ગણતા.ઈતિહાસ કોઈ તવારીખ નહી. બૌધિક મનોરંજનની સામગ્રી નહી. પણ તેમાં દર્શિત ચાર પુરૂષાર્થનું માનવ કલ્યાણ પરની અસરો શું હતી તેનો અભ્યાસ સમજતા.ઈતિહાસને ગંભીર અધ્યયન નો વિષય માની રાષ્ટ્ર ઘડતરનો માર્ગેદર્શક માનતા. હિસ્ટ્રી યાને his story (રાજા મહારાજની વાતો) નહી.

આપણી ધારણાઓ પ્રાચીન સમયથી હતી. જયારે યુરોપીયન,બ્રિટીશ ઈતિહાસ ૧૯મી સદીની ઉપજ મનાય છે.અમેરિકા કે રૂસ તો ત્યારે પણ ઉદાશીન જણાય છે.વિદવાનો તો ૧૭મી સદીને ''વિદ્વાનોનો સમય'',૧૮મી સદીને ''જ્ઞાન,તર્ક નો સમય'' અને ૧૯મી સદીને જ ઇતિહાસની સદી ગણે છે.

અંધારા કેમ થયા કોના દ્વારા થયા??

(૧) ૧૯મી સદીના પ્રારંભમાં જ બ્રિટીશ સામ્રાજ્ય ફેલાવા લાગ્યું. સ્વાભાવિક રીતે વ્યાપારી કમ્પનીઓ ને સોનાના ઈંડા દેતી મુર્ગી મળી. હાથથી કેમ જ્વાદેવાય? કાયમી કેમ ન રહેવાય?? આ વિચારોએ બ્રિટીશ સરકારે પોતેજ સતાધારી બનવા પ્રયત્ન કર્યાં.ને કાયમી ટકવા જનતાને ગુલામ કેમ બનાવવી તેના રસ્તા વિચારાયા.

 (૨) બ્રિટીશ વાઇસરોયના પ્રખ્યાત સલાહકાર ''મકૌલે''ના વિચારો,સતા કાયમ કરવાના ઉપાયો ઘણા પ્રચલિત છે.જે અમલમાં મુકાયા. ને ઇતિહાસમાં અંધારા પથરાવા લાગ્યા.સાથોસાથ ભારતને ઈસાઈ દેશ બનાવી શકાય.હીન માનસિકતા ઉભી કરી ''આપને ગુલામ થવા સર્જાયા છીએ.અંગ્રેજો દેવતા બરાબર છે.'' તે માટે સંસ્કૃતિક વિરાસત ભૂલવાડી દેવી, તેને વિકૃત ચિતરવી. જેથી આપણા વડીલો ગૌરવહીન, અયોગ્ય, હતા. તેવું માનવા લાગીએ.

 તેમાં સાથ મળ્યો ત્યારના વિધર્મી સતાધીશોનો. જે પોતાના બાદશાહોને પરાક્રમી,ધર્મનિરપેક્ષ, ઉદારમતવાદી,બાહોશ બતાવવા તૈયાર જ હતા.

 એ સર્વ વિદિત છે કે પ્રત્યેક વિજયી વ્યકિત, કે રાષ્ટ્ર, પરાજિત રાષ્ટ્રનો આત્મવિશ્વાસ કાયમી રૂપે  ખતમ કર્રા સત્યને મરડી નાખે છે. પોતાને ગ્લોરીફાય બતાવવા પરાજિતને નબળા, અયોગ્ય ચીતરે છે.

 શ્રી પાંડુરંગદાદા ''વિજીગીશું જીવનવાદ''માં લખે છેઃ- ''તેમની સામે (અંગ્રેજોની સામે) આપણો પરાજય થયા બાદ તેઓએ આપણને અનાર્ય અને જંગલી સિધ્ધ કરવાની કોશિશો કરી છે. એ લોકોએ આપણા ઈતિહાસની હત્યા કરી છે.(પાના૭)''

 પરંતુ અંગ્રજોને નડવા લાગ્યા આપણા પૂર્વજો અને તેનો ભવ્ય ઈતિહાસ. તો રસ્તો કાઢયો. ''આ બધા વિચારો વ્યકિતઓ બહારના છે. બીજા દેશોના છે. ઉછીના લીધેલ છે.'' દા.ત.ગ્રીક સંસ્કૃતિની નકલ છે આપણી સંસ્કૃતિ. જેમ કે નાટ્યશાસ્ત્ર ગ્રીક પાસેથી લીધું. રસાયણશાસ્ત્ર આરબો પાસેથી લીધું. બાઈબલ પરથી ગીતા લખી છે. રામાયણ ''ઈલીયડ''ના ટ્રોજન- યુધ્ધ પરથી લખી છે.

 આર્યો માત્ર સમૂહો હતા. ''તેવું સાબિત કરવાના પ્રયત્નો કર્યા જેમેકે મેકસમૂલર લખે છેઃ ગ્રીક અને આર્યો એ બે પ્રાચીન માનવ સમૂહો હતા. આર્યો પાસે જીવનદ્રષ્ટિ જ નહોતી. જીવનદ્રષ્ટિ ખ્રિસ્તી સંસ્કૃતિમાં હતી.''

 મેકસમૂલર લખે છેઃ ગ્રીક અને આર્ર્યો એ બે પ્રાચીન માનવ સમૂહો હતા. આર્યો પાસે જીવનદ્રષ્ટિ જ ન હોતી. જીવનદ્રષ્ટિ ખ્રિસ્તી સંસ્કૃતિમાં હતી.

 ડીકીનસન (સન ૧૮૬૨) ''ભારત પાસે કોઈ હિંદુ ઈતિહાસકાર જ નથી.'' જસ્ટીસ વુડરોફઃ ઈજ ઈન્ડિયા સીવીલાઈજડ?માં લખે છે ''ભારત પાસે કોઈ સંસ્કૃતિ જ નથી.''

 આમ લાગે છે કે અંગ્રેજો, મુસ્લિમ રાજકર્તાઓ દ્વારા આપણો તેજોવધ કરવા ઈતિહાસમાં બંને તેટલી વિક્રુતીઓ- અંધારા સર્જયા છે.

 અધૂરામાં પુરૂ માકર્સનો ઉદય થયો. માકર્સવાદી સમાજ બનાવવામ તેણે વિચાર્યું ''જયાં સુધી પરંપરા જીવંત રહે, લોકોની અસ્મિતા જળવાય રહે, ત્યાં સુધી લોકો નવો વિચાર, નવી વ્યવસ્થા ન અપનાવે'' માટે ઈતિહાસ તોડી નાખવો. તેથી બને તેટલી વિક્રુતિઓ ઈતિહાસમાં લાવો. આ તેનો વ્યુહ બન્યો. દા.ત.કૃષ્ણનું પાત્ર જ કાલ્પનિક છે!! તેઓ દ્રઢ પણે પ્રશ્ન પૂછે છે કે ''શું આપણે વૈદિક કાળમાં જંગલી અવસ્થામાં નહોતા? ત્યારે નહોતા તો કયારે હતા?? તો કયારે હતા.? તમારા વૈદિક પુસ્તકોમાં જ ''અમને પ્રજા આપો અમને પશુ આપો ''તેવી પ્રાર્થના કરતા નજરે પડે છે.''

 આવી વિક્રુતિઓ વિષે ભારતીય મહાપુરૂષો શું કહે છે??

  શ્રી વિવેકાનંદજીએ કલકતા યુની.ના વિદ્યાર્થીઓને કહ્યું. ''અંગ્રેજો દ્વારા લખાયેલા જૂઠો ઈતિહાસ ન ભણો'' તે માત્ર સ્યુડો હિસ્ટોરીકલ પ્રોપેગેન્ડા છે.

 બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય કહે છે. 'વિકૃત ઈતિહાસ ટાંકીને કહે છે આની સામે આપને સાચો ઈતિહાસ જરૂર લખીએ.'

 પ્રસિધ્ધ વિદ્વાન શ્રી બી.દી.બશું કહે છે. ''ઈંગ્લીશ લોકો પાસેથી સાચો અને વિશ્વસનીય ઈતિહાસની આશા રાખવી જ વ્યર્થ છે.''

 કાશ્મીર યુની.ના ઉપકુલપતિ કહે છે ''આવો ખોટો અને જુઠો ઈતિહાસ ન ભણવો તેને બદલો''

 શ્રી રવીન્દ્રનાથ ટાગોર કહે છે. આ એકાકી વર્ણોનો કથા છે. વધારામાં માત્ર ભૂકંપ,તોફાન આંધીના વર્ણનો છે. શા માટે સુરદાસ, તુલસીદાસ,મીરા , રસખાન, નાનક, ચૈતન્ય ભણાવતા? જો આગ્રા ને દિલ્હી છે તો કાશી,પ્રયાગ,ઉજ્જેન,પણ છે જ.

  ખુદ જવાહરલાલ નહેરુ પોતાની પુત્રી ને ૮.૦૧.૩૧ના રોજ લખે છે. સ્કુલ કોલેજમાં ભણાવવામાં આવતો ઈતિહાસ યોગ્ય નથી .તેમાં ઘણી જ તોડ મરોડ છે.અને આ એવા લોકો એ લખ્યો છે જે આપણા દેશને નફરતથી જુએ છે.આ ઉટપટાન્ગ ઈતિહાસ છે.

 આ વિકૃતિ દુર કરવા આપણે શું કર્યું?

કઈ જ નહી. આ દુખદ વાત છે. ખુદ નહેરુજીએ પોતાના શરૂઆતના ભાષણમાં ઈતિહાસ સુધારવાના અંદેશા આપેલા. પણ પરિણામ શુન્ય અલબત જયારે પણ કોઇ દેશ સ્વતંત્ર થાય છે તો તુર્ત પોતાના ઇતિહાસને સુધારે છે. જેમ કે ઇજરાયેલ, હોંગકોંગ, સપ્ટે. ૧૯૯૭માં અંગ્રેજોની ચુંગાલમાંથી મુકત થતા બેજ માસમાં પોતાના ઇતિહાસને સુધાર્યો પણ આપણે ??

શાસકોએ શું કર્યું?

આપણે સ્વતંત્ર થયા કે સરકારે તુર્ત ઈતિહાસકાર ડો. તારાચન્દની અધ્યક્ષતામાં કમિટી નીમી.જેઓએ ઈતિહાસ લખ્યો. કેવો લખ્યો? કેટલાક પ્રત્યાઘાત આ રહ્યાઃ-

પ્રસિદ્ધ ઇતિહાસકાર શ્રી આર.સી. મજુમદારે કહ્યું એક અપ્રમાણીક ઇતિહાસકારે લખ્યો અપ્રામાણીક ઇતિહાસ જે ઇતિહાસ નહિ પણ સતાપક્ષનો પ્રચાર ગ્રંથ છે.

ફેબ.૧૯૬૯માં ટાઇમ્સ ઓફ ઇન્ડીયામાં જસ્ટીસ ખોસલાએ તારાચંદજીના ઇતિહાસની કડક આલોચના કરી તે લખે છે 'આવો ઈતિહાસ લખવાનો છે?તો છોડી ઈતિહાસ લખવાનું.આનાથી તો બહેતર છે અભ્યાસમાંથી ઈતિહાસ કાઢી નાખવાનું. આપણે પુરાણ નથી લખવાના!

 એક બીજા કટાર લેખકે સ્પષ્ટ લખ્યું 'સામ્યવાદીઓ અને કોંગ્રેસે જે ઈતિહાસ લખ્યા તે ઈતિહાસ નહી પણ પૂરાણો છે.'

 યાને સત્યોને ફરી અંધારામાં ધકેલ્યા.  એક સતાધીશના ને બદલે બીજા સતાધીશની યશોગાથા બની.

કેટલીક પ્રમુખ વિક્રુતિઓઃ

 ઇતિહાસની કાલ ગણનાઃ તથા ઈતિહાસની શૂન્યતા : આપણા ઇતિહાસનો આરંભ જ યુરોપિયાન ઈતિહાસના સમય સાથે જોડે છે. જેને ૧૭મી સદીથી વ્યવસ્થિત લખવા પ્રયત્ન થયો છે.યાને પ્રાચીન વૈદિક કાલને અવગણ્યો. દા.ત. જેમ્સ મિલ (સન ૧૭૭૩.જે કયારેય ભારત નથી પધાર્યા)  કહે છે ભારત ખુદ મુસ્લિમ વિજયી પહેલાના ઇતિહાસ વિષે અજ્ઞાની છે.

મેકોલ (૧૮૦૦) કહે છે ભારતીય ઇતિહાસ બેહુદો છે. ભારતીય સંસ્કૃત સાહિત્યમાં નથી ઉંડાણ નથી વિવિધતા કે ચીન્તનશીલતા તેવા (પુરાણોના) થોથા ઉથલાવવા કરતા અંગ્રેજ પુસ્તક વાંચવુ સારૂ.

આવા પુર્વગ્રહયુકત, કે રાજ્યની ભકિત કરતા, કે પોતાની જાતને સુપીરીયર બતાવતા સેકડો ઉદાહરણો મળે છે.

હકીકતે આપણો જવાબ છે.

 (૧) પુરાણો  વિષે ઇતિહાસકાર વીર સાવરકર (છહ પૃષ્ટ સ્વર્ણિમ પૃષ્ટ માં ) કહે છે. હમારે પ્રાચીન પુરાણ હમારે પ્રાચીન ઇતિહાસ કે આધાર સ્તંભ હી હૈ યહ વિશાલ વાંગ્મય જીસ પ્રકાર હમારે સાહિત્ય, જ્ઞાન, કર્તવ્ય ઔર ઐશ્વર્ય કે ભંડાર હૈ... એ હમારે પ્રાચીન જીવન વૃતાન્તોકા ભી અસીમ સંગ્રહાલય હૈ...

(૨)પાંડુરંગ દાદા ઇતિહાસકાર ન હોવાનું કારણ કહે છે 'આવું ઇતિહાસનું સંશોધન કરવામાં મુશ્કેલી હોવાના કારણ ત્રણ.આપણા પૂર્વજો ૧. આધ્યાત્મિક હતા,૨ યા આધિદૈવિક કે ૩. આધિભૌતિક હતા. આધ્યાત્મિક વલણવાલા પૂર્વજોએ ઇતિહાસનો વિચાર જ ન કર્યો, કેમકે (તેઓ માનતા) 'ભકતી ક્ષેત્રના ઉપાસકોએ આવી સંસારિક વાતનો વિચાર કરવો ન જ ઘટે.'આધી દૈવિકવાળા તો ' તેમની દ્રષ્ટિએ જે શ્રેષ્ટ મનુષ્ય હોય છે તેને દેવ ઠરાવી દે છે ને દેવ નો ઈતિહાસ કેવો?? તેના જીવનની વિગતોમાં ઉતરાય?? તો આહીભૌતિક વ્યકિત યાતો જની પરંપરાનો હોય જેને ઈતિહાસ સાથે ન લેવાદેવા તો નવી પરમ્પરાવાલા ' પરબનું પાણી પીનારા, બીજા જેટલું પાય તેટલું પીવે..તેમને એવું જ ભણાવ્યું કે આપણો ઈતિહાસ નથી.' (વિજીગીશું જીવનવાદ પાનું ૭)

 તથા કાલ ઈતિહાસની કાલ ગણનાઃ ત્રણ છે બે નહી પૌરાણિક,એતિહાસિક અને આધુનિક.ભારતનો વૈદિક કાલ યાને પૌરાણિક કાલ, સ્વર્ણિમ હતો. જયારે ચીન સિવાય બધે જ જગલ રાજ હતું.

 શ્રી નહેર જગતના ઇતિહાસનું સંક્ષિત રેખા દર્શનમાં જણાવે છે.(પાના ૧ ૨) 'પ્રાચીનતાની દ્રષ્ટિએ હિન્દની સંસ્કૃતિ મિસર,ચીન,ઈરાક જેટલીજ કે તેથી વધારે પુરાણી છે.પ્રાચીન ગ્રીસની સંસ્કૃતિ પણ એમને મુકાબલે આધુનિક ગણાય . .. એક રીતે આપણે હિંદના હજારો વરસોના વારસદારો છીએ.'

 આમ ઇતિહાસની કાલ ગણનામાં વિદેશી ઈતિહાસકારો અને સામ્યવાદીઓ પૂર્વગ્રહથી  પીડિતછે. ખોટા છે.

 કેટલાક અકાટય પુરાવાઃ

 ૧. નાટ્ય શાસ્ત્ર ,સાહિત્ય ઉછીનું નથી . ઇલીયડ - હોમર પહેલા રામાયણ લખાઈ છે., ગીતા બાઈબલ પહેલા કહેવાઈ છે.

 ૨.વેદોમાં જરીના કપડા પહેરવાનો ઉલ્લેખ છે. એટલું જ નહી , વ્યકિતએ ત્રણ,ત્રણ કપડા પહેર્યાનો ઉલ્લ્ખ છે.

(૩) પુરાણોમાં સોના- ચાંદીના ઘરેણા, તંતુ વાદ્યો, ચરમ વાદ્યો તથા અન્ય વાદ્યોનો વિગતવાર સમાવેશ છે. શિવપુરાણ ભગવાન શિવને નાટ્ય, નૃત્ય શાસ્ત્રના પ્રણેતા બતાવાય છે. આવા સંદર્ભ ગ્રંથોને થોથા કહેનારને અન્ધની ઉપમા ન અપાય?

(૪) કોઈપણ સમાજની પ્રગતિના  પુરાવા તેની તે સમયની સાહિત્ય રચનાઓ કળા જ આપી શકે. વૈદિક કાળમાં કેવી પ્રગતિથી હતી તેના પૂરાવા વૈદિક સાહિત્ય સિવાય કોણ આપી શકે ??

(૫) જયારે યુરોપ શબ્દસુધ્ધા અસ્તિત્વમાં નહોતોો, સમગ્ર બ્રિટન અને તેની આજુબાજુના દેશો લુટફાટ પર આધારિત હતા. ત્યારે વૈદિક સાહિત્ય, આયુર્વેદ ગ્રંથો શિલ્પ સ્થાપત્ય, શાસ્ત્રો અને શસ્ત્રો દ્વારા ''અસ્ત્રો- શૈલ્ય ચિકિત્સા''ના પુરાવા આપે છે. શું આ પ્રગતી નહોતી? શું આ જંગલી અવસ્થા હતી??

(૬) જરા વિચારોઃ વેદમાં જ અગ્નિ પર ૨૦૦થી વધારે શબ્દો છે. ૪૦૦ શબ્દોથી વધારે પાણી માટે છે. પ્રાણીઓ માટેના શબ્દો ૧૬૦૦૦ ! ગતિવાચક શબ્દો ૮૦૦! (વિજીગીશું જીવનવાદ પાના ૧૯) કહો, ત્યારે ઈંગ્લીશ કે લેટીન કે કોઈ ભાષા આટલી સમૃધ્ધ હતી ?? કોણે જંગલી કહીશું આપણે ?? (૩૦.૨)

આલેખનઃ શ્રી ત્રિલોક ઠાકર

પૂર્વ તંત્રી- સંકલન શ્રેણી, વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત

(11:30 am IST)