Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

તરોપા ગામે શ્રી આર એન દિક્ષીત હાઈસ્કૂલ તરોપા અને શાબાશ ટ્રસ્ટ દ્વારા પોલિસ વિભાગને લગતી તાલીમ વર્ગનો પ્રારંભ થયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલનાં સંજોગોને જોતા સ્પર્ધાત્મક યુગમાં સરકારી નોકરી મેળવવા માટે ધણા આદિવાસી યુવક-યુવતીઓ  પ્રયત્નશીલ હોય છે. તેઓ પોતાના કૌશલ્ય અને ક્ષમતા અનુસાર સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરે છે. પરંતુ પદ્ધતિસરનું માર્ગદર્શન, પ્રેરણા, પ્રોત્સાહન અને માળખાકીય સુવિધાઓ ના અભાવના લીધે તેઓ પરીક્ષામાં સફળ થતા નથી જે માટે નાંદોદ તાલુકાના તરોપા ગામના ધાબા ગ્રાઉન્ડ ખાતે શ્રી આર એન દિક્ષીત હાઈસ્કૂલ તરોપા અને શાબસ ટ્રસ્ટ સંત બનાદાસ સેવા સંઘ દ્વારા પોલીસ વિભાગને લગતી તાલીમ વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

મેદાન તૈયાર કરવા માટે માર્ગદર્શન આપનાર સતીષભાઇ પટેલ, બિપીનભાઈ, પોલીસ વિભાગના શૈલેષભાઈ વસાવા, વિજય એ.વસાવા યુથ એકશન ગ્રુપ ગુલીઉમર શાળા ના આચાર્ય નિલેશકુમાર વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત મુખ્ય મહેમાન એલ. વી. વસાવા તથા સભારંભના મુખ્ય  ઉદઘાટક દિલાવરસિંહ કોઠારી Ex. આર્મી,ની ઉપસ્થિતમાં પોલીસ વિભાગને લગતી તમામ ભરતીઓ માટે તાલીમ વર્ગનું માનદ હસ્તે શુંભ આરંભ કરાયો જેમાં 245 તાલીમાર્થીઓની ઉપસ્થિતમાં અને તારીખ. 01/11/2021થી પોલીસ તાલીમ વર્ગનું આયોજન હાથ ધરેલ છે. તો સંસ્થા તરફથી તાલીમાર્થીઓને અનુભવી ટ્રેનરો દ્વારા માર્ગદર્શન અને વિકલી પરીક્ષા સાથે દરેક વિષયનું જ્ઞાન આપવામાં આવશે. તથા આ બાબતે સરકારી તંત્ર નાણાંકીય સહાય ફાળવી આપે તેવી વિનંતિ પણ કરી છે. કેમ કે આવનાર ભરતી ધોરણ 12 સુધી છેલ્લી તક હોય જેથી આ વિસ્તારનાં આદિવાસી સમાજનું સરકારી નોકરીમા પ્રતિનિધિત્વ કરી શકે તે હેતુથી સરકાર તરફથી કોઈ પ્રત્યુત્તર મળે તેવી આશા સેવાઈ રહી છે,આ કાર્યક્રમ અંતર્ગત સંસ્થાના મેનેજીંગ ડાયરેક્ટર જયંત વસાવા ઉપસ્થિતિ રહ્યા હતા.

(10:34 pm IST)