Gujarati News

Gujarati News

News of Sunday, 3rd November 2019

અમદાવાદ ટ્રાફિક પોલીસે બે દિવસની ડ્રાઈવમાં 19 લાખથી વધુનો દંડ વસુલ્યો

પોલીસે 1 તારીખે 9.42 લાખ અને 2 નવેમ્બરના રોજ 9.62 લાખનો દંડ વસુલ્યો

અમદાવાદ :શહેર ટ્રાફિક પોલીસે બે દિવસની ડ્રાઈવ દરમિયાન 19 લાખ કરતા વધુનો દંડ વસુલ કર્યો છે. ટ્રાફિક પોલીસ પાસે મેમો બુક જુની છે. જેમાં દંડની રકમ ઓછી છે, પરંતુ દંડની વસુલાત નવા નિયમો મુજબ થાય છે. જેના કારણે વાહન ચાલકો સાથે પોલીસનુ ઘર્ષણ થાય છે

   અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા મોટર વિહકલ એક્ટના નવા કાયદાના અમલીકરણ માટે તારીખ 1 અને 2 નવેમ્બરના રોજ ડ્રાઈવનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા પોલીસે 19.04 લાખનો માતબર દંડ વસુલ્યો છે. પોલીસે હેલ્મેટ, પીયુસી, લાયસન્સ, સીટ બેલ્ટ જેવા નિયમોના ઉલ્લંઘન બદલ વાહનચાલકો પાસેથી દંડની વસુલાત કરી છે. ટ્રાફિક પોલીસે યોજેલી ડ્રાઈવ દરમિયાન પોલીસે 1 તારીખે 9.42 લાખ અને 2 નવેમ્બરના રોજ 9.62 લાખનો દંડ વસુલ્યો છે.

(11:27 pm IST)