Gujarati News

Gujarati News

News of Sunday, 3rd November 2019

અમદાવાદ સહિત રાજ્યભરમાં છઠ મહાપર્વની ઉજવણી કરાઈ

લોકઆસ્થાના મહાપર્વ પર ઇન્દિરાબ્રિજના નીચે કાર્યક્રમોઃ સાબરમતી નદીના કિનારા ઉપર મહાપર્વની ઉજવણીનો દોર સાંજે શરૂ થયા બાદ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા : વિવિધ ઘાટ ઉપર બધી વ્યવસ્થા

અમદાવાદ, તા. ૨: અમદાવાદ શહેરની સાથે સાથે રાજ્યભરમાં પણ આજે છઠ મહાપર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સાબરમતી નદીના કિનારે પૂજા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય લોકો ઉમટી પડ્યા હતા. બિહાર, ઝારખંડ અને ઉત્તરપ્રદેશમાં દિવાળી બાદ છઠ પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે. આ વખતે પહેલાથી જ જોરદાર તૈયારી કરવામાં આવી હતી. ઇન્દિરા બ્રિજ નજીક જોરદાર આયોજન કરવામાં આવ્યું હતું. સાબરમતી નદીના કિનારે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. બિહાર, ઝારખંડ અને પૂર્વીય ઉત્તરપ્રદેશના મૂળ નિવાસી લોકોના લોકઆસ્થાના મહાપર્વ છઠને લઇને  હાંસોલ સ્થિત ઇન્દિરા બ્રિજ નીચે જોરદાર તૈયારી કરવામાં આવી હતી. આજે સાંજે આની ઉજવણી છ વાગ્યા પછી શરૂ થઇ હતી. છઠ મહાપર્વને ધ્યાનમાં લઇને છઠ મહાપર્વ સમન્વય સંઘના અમદાવાદના અધ્યક્ષ મહાદેવ ઝા અને ઉપાધ્યક્ષ કનૈયા પાઠકના નેતૃત્વમાં હાંસોલ સ્થિત ઇન્દિરાબ્રિજની નીચે અને છઠ પર્વ સાર્વજનિક ટ્રસ્ટ મેઘાણીનગર તરફથી શાહીબાગ કેન્ટોનમેન્ટ નજીક દશામા મંદિર નજીક સાબરમતી નદી પર તમામ લોકોની સુવિધાના પગલા લેવામાં આવ્યા હતા. મહાદેવ ઝાએ કહ્યું હતું કે, તમામ પ્રકારની તૈયારીઓ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહી હતી. અમદાવાદમાં ઇન્દિરાબ્રિજ હાંસોલ પાસે સાબરમતી નદીના કિનારે મહાપર્વની ભવ્ય ઉજવણી સાંજે પાંચ વાગે શરૂ થઇ ગઈ હતી. છઠ મહાપર્વના અવસર પર વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. ચાર દિવસીય મહાપર્વની ઉજવણીના બીજા દિવસે વ્રત કરનાર લોકો ખરનાના વ્રતની ઉજવણી કરે છે. સાંજે સૂર્યાસ્ત બાદ સ્નાન કરીને સિવડાવ્યા વિના વસ્ત્રો ધારણ કરે છે. સાથે સાથે ઘરમાં બનાવવામાં ઓલા પૂજા સ્થળને ગંગાજળથી પવિત્ર કરવામાં આવે છે. એજ દિવસે પ્રસાદ બનાવવામાં આવે છે. ત્યારબાદ ૩૬ કલાકના વ્રતની શરૂઆત થાય છે. આજે સાંજે ઉપવાસ કરનાર લોકોએ સૂર્યદેવને અધેર આપે છે. એજ દિવસે એટલે કે આજે સૂર્યને અર્ધ આપ્યા બાદ તેને પોતાના ઘરે લઇ જાય છે અને ઘરને પવિત્ર કરે છે. લોકઆસ્થાના મહાપર્વ છઠના બીજા દિવસે ઉજવણીનો દોર જારી રહ્યો હતો. બિહાર, ઝારખંડ, પૂર્વીય ઉત્તરપ્રદેશ સહિત પ્રવાસી ઉત્તર ભારતીય સમાજના મૂળ નિવાસી અમદાવાદની સાથે સાથે વડોદરા, ગાંધીનગર, કલોલ, કડી, મહેસાણા, સુરત અને રાજ્યના અન્ય હિસ્સાઓમાં શ્રદ્ધા-ભક્તિભાવ સાથે સૂર્ય ઉપાસનાના પર્વ છઠની ઉજવણી કરે છે. ઇન્દિરાબ્રિજની નજીક પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં અગાઉના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. છઠ પૂજા માટે વિશેષ કુંડ બનાવવામાં આવ્યા હતા.

(9:27 pm IST)