Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

દિવાળીના તહેવારો સમયે લાંચિયા બાબુઓ પર એસીબીનો સપાટો ;ચાર જગ્યાએ ટ્રેપ ગોઠવી

એક ટ્રેપમાં ફરાર થયેલા આરોપીએ પોલીસ પર ગાડી પણ ચઢાવી દીધી.

 

અમદાવાદ :ગુજરાત લાંચ રૂશ્વત બ્યુરોના અલગ અલગ એકમો દ્વારા રાજ્યભરમાં લાંચિયા બાબુઓ પર ટ્રેપ કરી ઝડપી લેવાયા છે  જેમાં સરકારી કચેરીઓમાં કુલ ચાર ટ્રેપ કરી અને એક અધિકારી સામે વધુ તપાસ હાથ ધરવામાં આવી. તમામ ટ્રેપોમાંથી એક ટ્રેપમાં ફરાર થયેલા આરોપીએ પોલીસ પર ગાડી પણ ચઢાવી દીધી. ગુજરાતભરના એસીબી એકમોને અલગ અલગ માહિતી મળી હતી. જેને લઇને ડિકોય ટ્રેપ એટલે કે એસીબીએ છટકુ ગોઠવી તમામ લાંચિયાબાબુઓની ધરપકડ કરી.

  દાહોદ ખાતેતાલુકા પંચાયતના વર્ગ 3ના જેવતા પારગીને 1.20લાખની લાંચની સામે 8 હજારનો હપ્તો લેતા ઝડપી લેવાયા. વડોદરામાં મહાનગર પાલિકાની ઢોર પાર્ટીના સુપરવાઇઝર અને સિપાહી ઝડપાઇ ગયા. બંને આરોપીઓએ 20 હજાર માંગ્યા હતા અને 15 હજારની લાંચ લેતા ઝડપાઇ ગયા.

  બીજી તરફ એસીબીએ કુલ ત્રણ મહત્વનાકેસ કર્યા. જેમાં બે કેસમાં આરોપીઓ ઝડપાઇ ગયા પણ એક કેસમાં આરોપીએ એસીબીના કર્મચારી પરગાડી ચઢાવી દીધી. સુરતના કામરેજમાં તાલુકા પંચાયત કચેરીમાં અરજદારો પાસેથી લાંચ લેતા તાલુકા પંચાયતના સર્કલ ઇન્સપેક્ટર કનૈયાલાલ પટેલ અને જુનિયર ક્લાર્ક અતુલકુમાર લીંબાસિયાની 1.40 લાખની લાંચ લેતા ઝડપાયા હતા.

  વડોદરામાંજીપીસીબીના પ્રાદેશિક અધિકારી રાજેશ પટેલની ગાડીમાંથી લાંચની રકમ પેટેના 50-50હજારના ત્રણ કવર માંથી કુલ 1.50 લાખ મળી આવ્યા હતા. વલસાડમાં નાણાંધીરનાર વ્યક્તિને ઇન્કમટેક્સની નોટિસ મળતા ઓફિસરે લાંચ માંગી હોવાનો ગુનો નોંધાયો. આરોપી રવિન્દ્ર બોકડેએ હેરાન નહિ કરવા માટે બે લાખ રૂપિયા માંગ્યા હતા. એસીબીએ છટકુ ગોઠવી 1.55 લાખ લઇ લીધા પણ એસીબી ત્રાટકી હોવાની જાણ થતાં તે ગાડી લઇને નીકળી ગયા અને એક હેડ કોન્સ્ટેબલ પર ગાડી ચઢાવી દઇને ફરાર થઇ ગયા છે

(11:05 pm IST)