Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

સુરતમાં પગપાળા જતા યુવકના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી બાઇકસવાર ફરાર :ઘટના સીસીટીવીમાં કેદ

 

સુરતમાં પગપાળા જતા યુવકના હાથમાંથી મોબાઈલની સ્નેચિંગ ઘટના બની હતી. મોટર સાયકલ પર સવાર શખ્સ દ્વારા ગણતરીની સેકન્ડોમાં મોબાઈલની સ્નેચિંગની ઘટનાને અંજામ આપ્યો હતો. આજે સવારના આઠ વાગ્યાની આસપાસ મોબાઈલ સ્નેચિંગની ઘટના બની હતી.

  ઘટના અંગે યુવકે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. સમગ્ર મોબાઈલ સ્નેચિંગની ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.

(11:01 pm IST)