Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

રાજ્યના નાગરિકોને મુખ્યમંત્રીની દિવાળી ભેટ :નવા GDCR ને મંજૂરી :મકાનોમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં વધુ ખુલ્લી જગ્યા સ્થાઈ બિલ્ડિંગની ઊંચાઈ પણ વધારી શકાશે

ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય ભાઈ  રૂપાણીએ રાજ્યના નાગરિકોને દિવાળી ભેટ આપતાં બાંધકામ નિયમોમાં ફેરફાર (GDCR) અંગેનું ફાઈનલ જાહેરનામાને મંજૂરી આપી છે તેમણે નિયમોમાં સરળતા લાવવા તંત્રને આપેલી સૂચનાઓને પગલે અંતિમ જાહેરનામું તૈયાર કરાયું છે. મંજૂરીને પગલે શહેરમાં બનતા મકાનોમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વધુ ખુલ્લી જગ્યાની જોગવાઈની સાથે બિલ્ડિંગની ઊંચાઈમાં પણ વધારો મંજૂર કરાયો છે

  નવા GDCRને પરિણામે અમદાવાદ, રાજકોટ, સુરત જેવા મહાનગરો સહિત વાપી, વલસાડ, નવસારી વગેરે શહેરોમાં વધુ હવા-ઉજાસવાળા મકાનો ઉપલબ્ધ બનશે.સાથે અગાઉ ગામ તળમાં રપ ટકા ખૂલ્લી જગ્યા પ્લોટના આગળના ભાગમાં રાખવાનું ફરજીયાત હતું. તેને બદલે હવે ખૂલ્લી જગ્યા છોડવાની છૂટછાટની સાથે નાગરિકો પોતાની જરૂરિયાત મુજબ મકાન બાંધકામ કરી શકશે

 શહેરી વિકાસ વિભાગનો હવાલો ધરાવતા મુખ્યમંત્રીએ છેલ્લા 9 મહિનામાં 32 ડ્રાફટ ટી.પી, 24 પ્રીલીમનરી ટી.પી. અને 22 ફાઈનલ ટી.પી. સહિત 10 શહેરોના ડેવલપમેન્ટ પ્લાન મળી 88 જેટલી શહેરી યોજનાઓને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ ડિસેમ્બર-ર૦૧૮ સુધીમાં શહેરી યોજનાઓની મંજૂરીમાં શતક-૧૦૦નો આંક પાર કરવા અધિકારીઓને સૂચનાઓ આપી છે

(10:04 pm IST)