Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

સુરતના લીબાયતના દુભાલમાં ખુલ્લા પ્લોટમાં ભીષણ આગ ભભૂકી : પાર્ક કરેલા વાહનો આગની લપેટમાં : ફાયર બ્રિગેડ દોડ્યું

સુરતના લિંબાયત વિસ્તરામાં દુભાલ ખાતે આવેલા ખુલ્લા પ્લોટમાં આગ લાગી હતી. આગ લાગવાથી કાળા ધૂમાડાના ગોટેગોટા આકાશમાં ફેલાયા હતા. કચરામાં લાગેલી આગના પગલે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આગના પગલે બાજુમાં પાર્ક કરેલા વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. જેના પગલે બળીને ખાખ થઇ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લેવાની કામગીરી હાથધરી હતી.

(9:03 pm IST)