Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

બોરસદ:દહેજના મામલે પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ ગુજારનાર વિરુદ્ધ ગુનો દાખલ

બોરસદ: ખાતે રહેતી એક પરિણીતા ઉપર તેના પતિ અને ઘરના સભ્યો દ્વારા દહેજના મામલે શારીરીક તેમજ માનસિક ત્રાસ ગુજારવામાં આવતાં આ અંગે બોરસદ શહેર પોલીસે પતિ સહિત ૪ વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.
મળતી વિગતો અનુસાર ફરિયાદી રૂકસાદબાનુના લગ્ન સાકીરશા મોહદીશ સોસાયટીમા રહેતા ફિરદોશખાન ઈબાદુલ્લાખાન પઠાણ સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદથી પતિ તથા સસરા ઈબાદુલ્લાખાન, સાસુ ફરીદાબીબી તથા જેઠ તન્વીરખાન દ્વારા દહેજની માંગણી ચાલુ કરી દીધી હતી.
આ માંગ ના સંતોષાતા તેણી ઉપર ત્રાસ ગુજારીને છ મહિના પહેલાં ગડદાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ ગત ૨જી મેના રોજ પણ પરિણીતાના પિતા સાથે મારામારી કરી હતી અને ગમે તેવી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં પરિણીતાએ ગઈકાલે બોરસદ શહેર પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપી હતી.

(6:18 pm IST)