Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

બોરસદ-ભાદરણ રોડ પર બાઈક-કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત: એકની હાલત ગંભીર

બોરસદ:બોરસદ - ભાદરણ માર્ગ છેલ્લાં લાંબા સમયથી અકસ્માત ઝોન બન્યો છે. ભાદરણ પોલીસની રહેમ નજર હેઠળ ખાનગી વાહનચાલકો બેફામ બની વાહનો દોડાવતા હોય છે અને અકસ્માતો સર્જાય છે. જેમાં નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે.
આજે સાંજના ૬ વાગ્યાના સુમારે બોરસદ તરફથી ભાદરણ તરફ મુસાફરો ભરીને પૂરપાટ ઝડપે જઈ રહેલ પિયાગો રીક્ષાના ચાલકે સામેથી આવતા બાઈક ચાલકને અડફેટે લીધો હતો. જેને લઈ બાઈક ચાલક રોડ પર પટકાયો હતો અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે પિયાગો રીક્ષા પણ પલટી મારી ગઈ હતી. જેને લઈ પિયાગોમાં બેઠેલા મુસાફરોને પણ વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને લઈ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને અકસ્માતમાં ઘવાયેલા લોકોને ખાનગી વાહનોમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ ભાદરણ પોલીસને કરવામાં આવતા ભાદરણ પોલીસ દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી હતી. 

(5:00 pm IST)