Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

મહેસાણાના રેલનગરમાં 1.19 લાખનો દારૂ ઝડપાયો: પીઆઇ અને પીએસઆઇને સસ્પેન્ડ કરાયા

મહેસાણા:ના રેલનગર વિસ્તારમાં જય માડી સોસાયટી નજીકથી સપ્તાહ પૂર્વે ડિજી વિજીલન્સની ટીમે રૃ.૧.૧૯ લાખનો પરપ્રાંતીય દારૃ ઝડપ્યો હતો. આ કેસમાં બીડિવિઝન પોલીસ મથકમાં ઈન્ચાર્જ પીઆઈ તેેમજ એક પીએસઆઈને સસ્પેન્ડ કરાયા છે જ્યારે બે કોન્સ્ટેબલની આંતરિક બદલી કરાઈ છે.

મહેસાણાના રેલનગર વિસ્તારમાં આવેલ ીજયમાડી સોસાયટી નજીક વિદેશી દારૃનુ વેચાણ થાય છે તેવી બાતમી આધારે ડીજી વિજીલન્સ ગાંધીનગરની ટીમે સપ્તાહ પૂર્વે ઉક્ત સ્થળે દરોડો પાડયો હતો. રોડામાં એક આરોપી ઝડપાયો હતો. જ્યારે બલીયો ઉર્ફે બલરામ નામનો શખસ ફરાર થઈ ગયો હતો. આ દરોડામાં ડીજી વિજીલન્સે રૃ.૧.૯ લાખનો દારૃ ઝડપ્યો હતો.

આ કેસમાં જિલ્લા પોલીસવડાએ માત્ર દિવસથી જ મહેસાણા શહેર બીડિવિઝન પોલીસ મથકનો વધારાનો ચાર્જ સંભાળનાર પીઆઈ એન.કે.રાઠવા તેમજ પીએસઆઈ આર.ડી.ચૌધરીને સસ્પેન્ડ કરતા પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઉપરાંત બે કોન્સ્ટેબલની પણ બદલી કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જણાવાયું હતું.

(4:56 pm IST)