Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

સુરત નજીક કામરેજમાં તાલુકા પંચાયત કચેરીમાં જુનિયર કલાર્કની 1.40 લાખની લાંચ લેવામાં ઝડપ

સુરત: નજીક કામરેજ ચાર રસ્તા ખાતે આવેલી કામરેજ તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા સર્કલ ઈન્સ્પેક્ટર અને જુનિયર કલાર્ક અરજદારો પાસે લાંચ લેતા હોવાની ફરિયાદ મળતા એસીબીની ટીમે ખાનગી માણસની મદદથી લાંચનું છટકું ગોઠવતા રૂ. ૧.૪૦ લાખની લાંચ લેતા ઝડપી પાડયા હતા. કામરેજ ચાર રસ્તા ખાતે એસીબીની સફળ રેડથી સરકારી કચેરીમાં ચકચાર મચી ગઈ હતી.

એસીબી કચેરીના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ કામરેજ તાલુકા પંચાયત કચેરીમાં સર્કલ ઈન્સ્પેક્ટર વર્ગ-૩ ના કનૈયાલાલ શાંતિલાલ પટેલ (ઉ.વ.૫૭, રહે-પારસ નગર સોસાયટી, જુની સંસ્કાર ભારતી સ્કુલની સામે, ન્યુ રાંદેર રોડ, પાલનપુર પાટિયા, સુરત) અને જુનિયર કલાર્ક વર્ગ ૩ ના અતુલ ધીરજલાલ લીંબાચીયા (ઉ.વ.૩૭, રહે-નંદનવન સોસાયટી, ચીકુવાડી, નાનાવરાછા, સુરત) ફરજ બજાવે છે. 

(4:46 pm IST)