Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

વડોદરા: હરણી કેનાલ નજીક બે લૂંટારુઓએ યુગલને આંતરી જીવલેણ હુમલો કર્યો: 43 હજાર પડાવ્યા

 વડોદરા:શહેરના હરણીથી સમા તરફ જતા રોડ પર આવેલા કેનાલ પાસે ગત મોડી સાંજે વાતો કરી રહેલા યુગલ પર બે લૂંટારા યુવકોએ હુમલો કરીને બંનેના મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી. આ બનાવની હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે વોચ ગોઠવીને આજે બપોરે બંને લૂંટારાઓને હાઈવે પરથી લૂંટના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. 

મુળ સુરેન્દ્રનગરનો વતની ૨૪ વર્ષીય પ્રતિક ધુ્રવકુમાર દવે હાલમાં સમા વિસ્તારમાં વાલમ ફળિયામાં રહે છે અને નિઝામપુરામાં પાસપોર્ટ ઓફિસ ઉપર આવેલી રીવોકર્મ હબમાં ઈન્ટરનેટ એનાલીસ તરીકે ફરજ બજાવે છે. કંપનીના તેની સાથે જ ઈન્ટનેટ એનાલીસ તરીકે ફરજ બજાવતી પ્રિયંકા દાભાડે સાથે તેને પ્રેમસંબંધ હોઈ તેઓએ સગાઈ કરી છે અને આગામી દિવસોમાં તેઓ લગ્ન કરવાના છે. ગઈ કાલે સાંજે પાંચ વાગે પ્રતિક અને પ્રિપંકા ઓફિસથી છુટીને બાઈક પર દેણા ગામમાં મહાદેવ મંદિરમાં દર્શન કરવા ગયા હતા. 

(4:36 pm IST)