Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

અમદાવાદના માણેકચોકમાં એક્ટિવાની ડેકી ટોળી ગઠિયો સાત લાખના દાગીના ચાઉં કરી ગયો

અમદાવાદ:માણેકચોકમાં દાગીના બનાવવાનું કામ કરતા એક વેપારીના એક્ટીવાની ડેકીનું લોક તોડીને કોઈ ગઠિયો અંદરથી સોનાની લગડીઓ અને દાગીના મળીને રૃ. ૭,૧૩,૫૦૦ ના સોનાની ચોરી કરી ગયો હતો. સેટેલાઈટ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વિગત મુજબ ઈસનપુરમાં રહેતા પાર્થભાઈ પાલી (૩૭) માણેકચોકમાં પતાસાની પોળમાં વેપારીઓ પાસેથી સોનાની લગડીઓ લઈને ઓર્ડર મુજબ દાગીના બનાવવાનું કામ કરે છે.

દરમિયાન તેઓ એક્ટીવાની ડેકીમાં સોનાની બે લડી અને સોનાનો હાર મળીને રૃ. ૭,૧૩,૫૦૦ ની કિંમતનું સોનુ લઈને શ્યામલ ચાર રસ્તા આવ્યા હતા. શિવાલીક-૨ બિલ્ડીંગ નજીક તેઓ એક્ટીવા પાર્ક કરતા હતા ત્યારે બાઈક પર આવેલા એક શખ્સે તેમને લોગાર્ડન જવાનો રસ્તો પુછ્યો હતો.

(4:34 pm IST)