Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

અમદાવાદના થલતેજમાં રોમિયોનો આતંક: ચાલુ બાઇકે મહિલાની છેડતી કરતા અરેરાટી

અમદાવાદ:વસ્ત્રાપુરના થલતેજ વિસ્તારમાં બેખોફ ફરતાં રોમિયોની ગુંડાગિરીથી સ્થાનિક લોકો છેલ્લા ઘણા સમયથી પરેશાન થઈ ગયા છે. બુધવારે બપોરે ર્સ્ટલિંગ હોસ્પિટલમાં ફરજ બજાવતાં પતિને ટિફીન આપવા માટે થલતેજથી પગપાળા જતી મહિલાનો બાઈક પર સવાર બે ગુંડાઓએ પીછો કર્યો હતો . ( તસ્વીર પ્રતિકાત્મક છે)

પત્નીની છેડતી કરતાં ગુંડાઓને વિનંતી કરી રહેલા પતિને જાહેરમાં માર્યો,પતિને છોડાવવા વચ્ચે પડેલી પત્નીને પણ ગુંડાઓએ મારી હતી.વસ્ત્રાપુર પોલીસે આ અંગે ગુનો દાખલ કરી બાઈક નંબર પરથી ગુંડાઓની શોધખોળ સ હાથ ધરી છે.

(4:33 pm IST)