Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

કલોલ: પતિની સારવાર માટે આવેલ મહિલાના 13 હજાર સેરવી ગઠિયો છનનન.....

કલોલ:વાડીલાલ હોસ્પિટલમાં ૨૦ વર્ષથી મગજની બિમારીથી પીડાતા પતિની સારવાર માટે કલોલથી આવેલી મહિલાના રૃ.૧૩ હજાર લઈને ગઠિયો ફરાર થઈ ગયો હતો. ગુરૃવારે બનેલી આ ઘટના અંગે ગાયકવાડ હવેલી પોલીસે મહિલાની ફરિયાદને આધારે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
કલોલના નાના દરવાજા પાસે રહેતી સુગ્રાબીબી મુસ્તુફા મલેક (ઉં.૫૫)ઘરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. સુગ્રાબીબીના પતિ મુસ્તુફા મલેકને છેલ્લા ૨૦ વર્ષથી મગજની બિમારી છે. કલોલની રાજેશ હોસ્પિટલમાં આ અંગે સારવાર પણ ચાલુ હતી. મુસ્તુફા મલેકની તબિયત વધુ ખરાબ થતાં બુધવારે સુગ્રાબીબી પતિને લઈને વાડીલાલ હોસ્પિટલમાં આવી હતી. મુસ્તુફા મલેકને ઈર્મજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.

(4:32 pm IST)