Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

અમદાવાદમાં સાડા ત્રણ વર્ષના બાળકને સ્ટ્રોક

સામાન્ય રીતે ૬૦ વર્ષની ઉંમર પછી સ્ટ્રોક આવવાની શકયતા વધી જાય છે. પરંતુ ફકત સાડા

ત્રણ વર્ષના બાળકને સ્ટ્રોકનો હુમલો આશ્ચર્ય અને પરેશાનીનો વિષય બને છે.'ગુજરાતમાં આ પહેલો કેસ હતો'

અમદાવાદના સાડાત્રણ વર્ષના ધૈર્ય પટેલના શરીરનો જમણો ભાગ નિશ્ચેત થવા સાથે તેને બોલવામાં તકલીફ પડવા માંડી અને તેનું મોઢું વાંકું થઇ ગયુંં ત્યારે તેના પેરન્ટ્સ આશ્ચર્ય સાથેપરેશાન થઇ ગયા હતા. પેરન્ટ્સ અને અન્ય કુટુંબીજનો તાત્કાલિક ધૈર્યને હોસ્પિટલમાં  લઇ થયા હતા. હોસ્પિટલમાં ધૈર્યની સર્જરી પચાસ મિનિટ ચાલી હતી. ધૈર્યને હોસ્પિટલમાં સતત ડોકટરોની નિગરાનીમાં રાખવામાં આવ્યો હતો. હવે તે સંપૂર્ણ સ્વસ્થ થઇ ગયો છે.

ડોકટરોએ જણાવ્યું હતું કે ધૈર્યને સ્ટ્રોક આવ્યો હતો. સામાન્ય રીતે ૬૦ વર્ષની ઉંમર પછી સ્ટ્રોક આવવાની શકયતા વધી જાય છે, પરંતુ ફકત સાડાત્રણ વર્ષના બાળકને સ્ટ્રોકનો હુમલો આશ્ચર્ય અને પરેશાનીનો વિષય બને છે. ગુજરાતમાં આ પહેલો કેસ હતો.

ધૈર્યને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે તેના શરીરમાં પેરેલિસિસનાં લક્ષણો હતાMRI સ્કેનમાં ધૈર્યની આર્ટરીમાં કલોટ હોવાથી તેના શરીરની જમણી બાજુ બ્લડ-સકર્યુલેશન અવરોધાતાં બ્રેઇન-સ્ટ્રોક આવ્યો હતો.સામાન્ય રીતે સ્ટ્રોકમાં છ કલાકનો વિન્ડો-પીરિયડ હોય છે. એટલા વખતમાં દરદીને હોસ્પિટલમાં લઇ જવામાં આવે તો તે બચી શકે છે. ધૈર્યને તેના પેરન્ટ્સ સ્ટ્રોક આવ્યા પછી બે કલાકમાં હોસ્પિટલમાંલઇ ગયા હતા. (૩.૨)

(3:21 pm IST)