Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

પતિ ઘરે હોય કે નોકરીએ તેમનો મોબાઇલ સતત ચાલુ જ રહે છે : પત્નીની ફરિયાદ

વલસાડમાં એક પરિણીતાએ સતત મોબાઇલમાં ચેટીંગમાં વ્યસ્ત રહેવા અંગે પતિને ટકોર કરી તો તેની સાથે મારઝૂડ કરાઇ

વલસાડ તા. ૩ : વલસાડમાં એક પરિણીતાએ સતત મોબાઇલમાં ચેટિંગમાં વ્યસ્ત રહેવા અંગે પતિને ટકોર કરી તો તેની સાથે મારઝૂડ કરાઇ હતી. મહિલાએ ૧૮૧ મહિલા હેલ્પલાઇનને ફરિયાદ કરતાં ૧૮૧એ કાઉન્સેલિંગ કરતા પતિએ ભૂલ સ્વીકારી હતી.

વલસાડમાં મહિલા સાથે મારઝૂડ અંગે ૧૮૧ની ટીમને ફોન આવતા તેઓએ પતિ-પત્નીને મળીને મેળવેલી પ્રાથમિક જાણકારીમાં પત્નીએ ફરિયાદ કરી કે, પતિ ઘરે હોય કે નોકરીએ તેમનો મોબાઇલ સતત ચાલું જ રહે છે. અને પરિવાર તરફ કોઇપણ ધ્યાન રહેતું નથી.

આ અંગે તેમને અનેકવાર સમજાવતા છતાં આ બાબતે કોઇ ધ્યાન આપતા નથી. તેમનો મબાઇલ ચેક કરતા તે અન્ય યુવતી સાથે લાંબી લાંબી વાતો કરતા હોવાનું જણાયું હતું અને તે બાબતે પૂછતાં તેમણે મારો માબઇલ કેમ લીધો તેમ કહી મારઝૂ઼ડ કરી હતી.

કાઉન્સેલર દ્વારા પરિણીતાના પતિને ખૂબ જ શાંતિથી સમજાવ્યા કે, મોબાઇલનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઇએ. પતિએ પ્રારંભમાં તો ભૂલ સ્વીકારવાને બદલે આ મોબાઇલ છે હું ગમે તેની સાથે વાત કરીશ તેમ કહી અકકડ દેખાડી હતી. જેથી નાછૂટકે ૧૮૧ની ટીમે કાયદા બતાવ્યા હતા.

આ સાથે પતિ સામે ફરિયાદ દાખલ થઇ શકે છે તેવી ચીમકી અપાતા ઢીલાઢશ થઇ ગયેલા પતિએ હવે પછી જરૂર પૂરતો જ મોબાઇલનો ઉપયોગ કરશે અને પત્નીને કોઇ ત્રાસ નહીં આપે તેવી ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. આમ૧૮૧ની ટીમે પતિ-પત્ની વચ્ચે સુલેહ કરાવતા મામલો પતી ગયો હતો.(૨૧.૧૮)

(3:20 pm IST)