Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

વડોદરાઃબોગસ માર્કશીટના કેસમાં વધુ બે આરોપીઓને એસઓજીએ દબોચી લીધા

વડોદરા :શહેરમાં બોગસ માર્કશીટ કૌભાંડ મામલે  જુલાઈ મહિનામાં 4 આરોપીઓને ઝડપી લેવાયા હતા અગાઉ  ગુનાના કામે મહિલા ભુશીરા કરણ પટેલ, મુકેશ હિરાલાલ પરમાર, પિનાકીન જગદિશભાઇ રાવલ અને વિશાલ સતીષ શર્માની ચાંપાનેર ગેટ યાકુતપુરા નાકા પાસે વડોદરાથી ધરપકડ કરાઈ હતી ત્યારબાદ વધુ બે આરોપીઓને એરસોજીએ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  ગુનાની તપાસ દરમ્યાન બોગસ માર્કશીટ તથા સર્ટીફીકેટ બનાવી આપનાર તરીકે મુકેશ હિરાલાલ પરમારનું નામ ખુલ્યું હતું. જેનાં ઘરે તપાસ દરમ્યાન બોગસ માર્કશીટ તથા માર્કશીટ બનાવવા માટેની સાધન સામગ્રી, સ્ટેશનરી સહીતનો મુદામાલ મળી આવ્યો હતો. જે કબ્જે કરવામાં આવ્યો હતો.

 આરોપીને કોર્ટમાં રજુ કરી નવેમ્બર સુધીના પોલીસ કસ્ટડી રીમાન્ડ ઉ૫ર મેળવવામાં આવ્યા હતા. રીમાન્ડ દરમ્યાન વધુ બે સાગરીતોના નામો ખુલતાં તેઓને એસઓજી પોલીસે ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં રમેશ કાળીદાસ તડવી (રહે.૪૪, શ્રમજીવી સોસાયટી ડભોઇ જકાત નાકા પાસે ડભોઇ રોડ વડોદરા) અને ગીરીશ તુલસીભાઇ શાહ (રહે. ૬૬, સનસીટી પેરેડાઇઝ માંજલપુર વડોદરા)નો સમાવેશ થાય છે.

(2:17 pm IST)