Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

મધ્યાહન ભોજન મંડળ આંદોલનના માર્ગે : લોકસભા ચૂંટણી વેળાએ એક લાખ કર્મચારી મેદાનમાં ઉતરશે

વેતન વધારા સહીત વિવિધ પડતર માંગો અંગે બેઠકમાં રણનીતિ ઘડાઈ

અમદાવાદ :મધ્યાહન ભોજન મંડળના કર્મચારીઓએ સરકાર સામે આંદોલનના માર્ગે અપનાવશે સરકાર દ્વારા મધ્યાહન ભોજન કર્મચારીઓ માત્ર 1500 રૂપીયા જેટલું વેતન આપવામાં આવી રહ્યું છે. જેને લઈને  ગાંધીનગર ખાતે મધ્યાહન ભોજન કર્મચારી મંડળની બેઠક મળી હતી.

   બેઠકમાં વિવિધ પડતર માંગોની સરકાર સમક્ષ વારંવાર રજુવાત કરવા છતાંય સરકાર માંગો સ્વીકારી નથી. જેના પગલે મધ્યાહન ભોજન કર્મચારી મંડળ દ્વારા સરકાર સામે આંદોલન કરવાની રણનીતિ તૈયાર કરાઇ છે. જો કે મંડળના આગેવાનનું કહેવું છે સરકાર માંગ નહિ સ્વીકારે તો આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં સરકારની સામે મધ્યાહન ભોજનના 1 લાખ કર્મચારીઓ મેદાનમાં ઉત્તરશે.

(12:34 am IST)