Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

ઉ.ગુજરાત યુનિવર્સિટીમાંથી ધારાસભ્ય કિરીટ પટેલના ભાઈ પ્રોફેસર દિલીપ પટેલ સસ્પેન્ડ

ખોટા દસ્તાવેજોના આધારે નોકરી મેળવ્યાની ફરિયાદ આધારે તપાસ બાદ કાર્યવાહી

પાટણઃ ઉત્તર ગુજરાત યુનીવર્સીટીમાં ECની બેઠક મળેલ જેમાં સંસ્કૃત વિભાગ રીડર અને હાલના પ્રોફેસર દિલીપ પટેલને સસ્પેન્ડ કરવા નિર્ણંય લેવાયો હતો  ખોટા દસ્તાવેજોના આધારે નોકરી મેળવી હોવાની લેખીત રજૂઆતના આધારે કરાયેલ તપાસ બાદ કારોબારીની બેઠક મળી હતી

 

 અત્રે  ઉલ્લેખનીય છે કે ડોક્ટ દિલીપ પટેલ પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલના ભાઈ છે. કિરીટ ભાઈએ કુલપતિને પર આક્ષેપ લગાવ્યા હતા તેમણે જણાવ્યું કે તેમાના છોકરાને બોગસ ડોક્યુંમેન્ટ પર નોકરી લગાવાતા કોર્ટમાં પીટીસન કરવામાં આવી હતી. જેનો બદલો દેવા કુલપતિ દ્વારા ખોટા આક્ષેપો કરી દીલીપભાઈને ફસાવવમાં આવ્યો છે. તેમ ચર્ચાઈ રહયું છે 

  અત્રે ઉલ્લેખનીય છે કે પોતાના ભાઈને સસ્પેન્ડ કરવાના નિર્ણયને ધારાસભ્ય કિરીટ પટેલે વખોડ્યો હતો. તેમણે યુનિવર્સિટીના સત્તાધિશો પર કોર્ટનો અનાદાર કરવાનો આક્ષેપ લગાવીને કાયદાકીય લડત લડવાની તૈયારી દર્શાવી હતી.

(11:47 pm IST)