Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

રાજ્ય સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય: મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી માટે નોંધણીની સમય મર્યાદા વધારી

ખેડૂત નોંધણી ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્ર ખાતે તા, ૨૫ સપ્ટેમ્બરથી શરૂ થયેલ અને ૨૪ ઓક્ટોબર સુધી થનાર હતી હવે ખેડૂત નોંધણી ૧૦ મી નવેમ્બર સુધી કરાશે: કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલની જાહેરાત

અમદાવાદ :કૃષિ મંત્રી રાઘવજીભાઈ  પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં રાજ્યમાં ટેકાના ભાવે મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી માટે નોંધણી તારીખ ૧૦મી નવેમ્બર સુધી લંબાવવાનો રાજય સરકારે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે.

કૃષિ મંત્રી ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ ના ખરીફ પાકો મગફળી, મગ, અડદ, અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી લાભ પાંચમ એટલે કે તારીખ ૨૯ ઓક્ટોબર ૨૦૨૨ થી કરવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કરાયો હતો.તે માટે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીનું સધન આયોજન કરવામાં આવેલ છે.વર્ષ ૨૦૨૨-૨૩ માં મગફળીની ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા ગુજકોમાસોલની રાજ્ય નોડલ એજન્સી તરીકે નિમણૂક કરી છે.

તેમણે ઉમેર્યું કે,ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી માટે ખેડૂત નોંધણી ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્ર ખાતે તારીખ ૨૫ સપ્ટેમ્બર થી શરૂ થયેલ છે જે ૨૪ ઓક્ટોબર ૨૦૨૨ સુધી થનાર હતી. પરંતુ કેટલાક જિલ્લામાં વી સી ઈ ની હડતાલના કારણે નોંધણી થઈ  શકેલ નથી. આથી  ખેડૂતોને નોધણીમાં મુશ્કેલીના ન પડે અને તમામ ખેડૂતોને નોંધણીની તક મળી રહે તે માટે  હવે ખેડૂત નોંધણી ૧૦ મી નવેમ્બર સુધી કરાશે આથી સર્વે ખેડૂત મિત્રોએ ટેકાના ભાવે ખરીદી માટે સત્વરે ઈ ગ્રામ કેન્દ્ર ખાતે જરૂરી દસ્તાવેજો સાથે સત્વરે નોંધણી કરાવવા અનુરોધ છે.

 

(10:21 pm IST)