Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

વડોદરા:ગર્ભવતી પત્નીનું ગર્ભપાત કરાવી દહેજની માંગણી કરી ત્રાસ ગુજારનાર પતિ સહિત સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: પત્ની ગર્ભવતી થતા ખુશ થવાના બદલે પતિ નારાજ થઇ ગયો હતો.અને જબરજસ્તીથી ગર્ભપાત કરાવી દીધો હતો.દહેજની માંગણી  પૂરી નહી થતા પરિણીતા પર ત્રાસ ગુજારતા સાસરિયા સામે સમા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

મૂળ રાજસ્થાન અને હાલમાં બરાનપુરા ભારતી સ્કૂલની બાજુમાં રહેતા સુરભિબેન મિતેશભાઇ જયસ્વાલે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,હું મારા માસી હેમાબેન જયસ્વાલના ઘરે રહું છું.મારા લગ્ન વડોદરાની  રાજરતન સોસાયટીમાં રહેતા ધુ્રવિલ અશોકભાઇ જયસ્વાલ સાથે વર્ષ - ૨૦૧૭ માં લગ્ન થયા હતા.પરંતુ, રાજીખુશીથી છૂટાછેડા થઇ ગયા હતા.ત્યારબાદ વર્ષ - ૨૦૧૯ માં  અમારા જ્ઞાાતિના જગદીશભાઇ જયસ્વાલ અને માધવીબેન જયસ્વાલે લગ્ન માટે સમા ગજાનંદ એપાર્ટમેન્ટમાં રહેતા મિતેશ શ્રીકાંતભાઇ જયસ્વાલનો સંપર્ક થયો હતો.અને ફેબુ્રઆરીમાં સગાઇ કરી હતી.અને તા.૦૪-૦૬-૨૦૨૧ ના રોજ લગ્ન થયા હતા.લગ્ન પછી મને ગર્ભ રહેતા મેં મિતેશને જાણ કરી હતી.પરંતુ,મારા પતિ ખુશ થવાના બદલે નારાજ થયા હતા.અને જબરજસ્તીથી મારો ગર્ભ  પડાવી નાંખ્યો હતો.મારા સાસુ અને સસરા કોઇને કોઇ બહાને મારો વિરોધ કરી પતિની ચઢમણી કરતા હતા.અને તારા પિતાએ નક્કી કર્યા મુજબનું દહેજ આપ્યું નથી.મને ગાળો બોલી  જાનથી મારી નાંખવાની  ધમકી આપી હતી.સાસુ,સસરા અને પતિ મને માર મારતા હતા.મારા પિતાએ હાથ  જોડીને થોડા સમયમાં ચૂકવી આપવા કહ્યું હતું.પરંતુ,તેઓએ અમારી વાત માની નહતી.અને મને ઘરેથી  પહેરેલા કપડે કાઢી મૂકી હતી.ત્યારબાદ મારા પિતાએ  પાંચ લાખ રોકડા તેઓને  આપ્યા હતા.તેમ છતાંય તેઓએ ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું.ઉપરોક્ત ફરિયાદ અંગે સમા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:51 pm IST)