Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

વડોદરામાં પ્રેમસંબંધ મુદ્દે યુવતીનો વારંવાર પીછો કરી પરેશાન કરનાર યુવક વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: પ્રેમસંબંધ મુદ્દે યુવતીનો વારંવાર પીછો કરી  પરેશાન કરતા યુવકે ગઈકાલે રાત્રે નોકરી પરથી ઘરે જતી યુવતીને રોકી તારા છૂટાછેડા થઈ ગયા છે મારી સાથે સંબંધ રાખ તેમ જણાવી હાથ પકડી જબરજસ્તી કરતા ફરિયાદના આધારે સયાજીગંજ પોલીસે છેડતી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે, વડોદરા શહેરના કલ્યાણ નગર પાસેના કામનાથ મહાદેવ મંદિર નજીક રહેતી યુવતીના છૂટાછેડા થયા છે. અને નોકરી કરી પરિવારને આર્થિક મદદરૂપ બને છે. તેણે ફરિયાદ નોંધાવી હતી કે, છેલ્લા કેટલાક દિવસથી તેના જ વિસ્તારમાં રહેતો જીતેન્દ્ર અભેસિંહ રાઠોડ પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. મારા નોકરી સ્થળે પણ અવારનવાર પીછો કરી પરેશાન કરતો હતો. ગઈકાલે સાંજના સુમારે હું નોકરી પરથી પરત ફરી રહી હતી. તે સમયે રણછોડ વાટિકા પાસે જીતેન્દ્રએ મારી એકટીવા રોકી હતી. અને મને જણાવ્યું હતું કે, તારા છૂટાછેડા થઈ ગયા છે જેથી તું મારી સાથે સંબંધ રાખ. આ દરમ્યાન હુએ ત્યાંથી નાસવાનો પ્રયત્ન કરતા જીતેન્દ્રએ મારો હાથ પકડી ખેંચતાણ કરી હતી. ઉપરોક્ત ફરિયાદના આધારે સયાજીગંજ પોલીસે આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

(5:53 pm IST)