Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

સુરતના પાલનપુર કેનાલ રોડ નજીક પોલીસને બાતમી આપી હોવાનો વહેમ રાખી સૌસાયટીના રહીશે રિજિનલ મેનેજરને માર મારતા ગુનો દાખલ

સુરત: પાલનપુર કેનાલ રોડની માઇલસ્ટોન રેસીડન્સીમાં રહેતા ફાર્માસ્યુટીકલ કંપનીના રીજીનલ મેનેજરેને પોલીસને બાતમી આપ્યાના વહેમમાં સોસાયટીના રહીશોએ માર મારતા મામલો રાંદેર પોલીસમાં પહોંચ્યો છે.

પાલનપુર કેનાલ રોડ સ્થિત માઇલસ્ટોન રેસીડન્સીમાં રહેતા એલેમ્બીક ફાર્માસ્યુટીકલ કંપનીના રીજીનલ મેનેજર સુનીલ દેવીદયાલ પાંડે (ઉ.વ. 41) ગત રાતે સોસાયટીના કમ્પાઉન્ડના બાકડા પર બેઠા હતા. ત્યારે સોસાયટીમાં રહેતો ક્રીશ લાકડાવાલા, માધવ જયેશભાઇ અને વ્રજ રૂષીકેશ લાકડાવાલા ઘસી આવ્યા હતા અને સુનીલનો ઉદ્દેશીને કહ્યું હતું કે આ જ સોસાયટીના ગૃપમાં વધુ એક્ટીવ છે અને બધુ આ જ કરે છે. એમ કહી ગાળાગાળી કરી હતી. દરમિયાનમાં સોસાયટીમાં રહેતો દેવાંગ અને જયેશ પણ ઘસી આવી તમામે સુનીલને ઢીક-મુક્કીનો માર મારવા ઉપરાંત મારી નાંખવાની ધમકી આપી હતી. જો કે સોસાયટીના અન્ય રહીશો દોડી આવતા મામલો થાળે પાડયો હતો. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2022 માં માઇલસ્ટોન રેસીડન્સીના ધાબા પરથી રાંદેર પોલીસે દારૂની મહેફિલ ઝડપી પાડી હતી જેની બાતમી સુનીલે આપ્યાની અદાવતમાં હુમલો કર્યો હતો.

(5:51 pm IST)