Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

મહાત્મા ગાંધીની 150મી જન્મ જ્યંતી નિમિત્તે પાલનપુર જીલ્લા જેલમાંથી ચાર પાકિસ્તાની કેદીઓને મુક્ત કરાયા

સુતરની આંટી પહેરાવાઈ અને 'સત્યના પ્રયોગો' પુસ્તક ભેટ અપાયા

 

પાલનપુર : મહાત્મા ગાંધીની 150મી જન્મ જ્યંતી નિમિત્તે રાજ્ય સરકારના ગૃહ વિભાગના આદેશ અનુસાર  જિલ્લા મથક પાલનપુર ખાતેની જિલ્લા જેલમાં કેદ ચાર પાકિસ્તાની કેદીઓને માફી આપી તેમને વહેલી જેલમુક્તિ અપાઈ હતી. જેલ મુક્ત થનાર ચાર કેદીઓમાં ચમનજી વેલાજી ઠાકોર, કાંતિભાઈ દલસાભાઈ ખોલડીયા,ભાવેશકુમાર પ્રકાશભાઈ જોશી અને ઉપેન્દ્રભાઈ મફાજી ઠાકોરનો સમાવેશ થાય છે.

  પાકા કામના કેદીઓને ગાંધીજીની તસ્વીર સમક્ષ પ્રાર્થના કરાવી સુતરની આંટી પહેરાવાઈ હતી. જેલમુક્ત કરાયેલા કેદીઓને સ્વજનોની ઉપસ્થિતિમાં જેલ તરફથી 'સત્યના પ્રયોગો' પુસ્તક ભેટ અપાયા હતા.

  પ્રસંગે જેલ અધિક્ષક વી.પી. ગોહિલના માર્ગદર્શન હેઠળ જેલર પી.જે.બારીયા તથા જેલ સ્ટાફ દ્વારા ગાંધી જ્યંતીની ઉજવણી સાથે ચાર કેદીઓને જેલ મુક્ત કરવાનો કાર્યક્રમ સંપન્ન થયો હતો

(12:48 am IST)