Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

અંકલેશ્વરમાં ત્રણ સ્થળોએ તસ્કરો ત્રાટક્યા : લાખોની મતાની ચોરી

કલેશ્વરમાં પોલીસ ગરબાના બંદોબસ્તમાં વ્યસ્ત છે ત્યારે તસ્કરો પણ વિવિધ સ્થળોએ હાથફેરો કરી નવરાત્રી ઉજવી છે. અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાંથી ચોરીની ત્રણ ઘટનાઓ સામે આવી છે

  . વાલીયા રોડ પર આવેલા કોસમડી ગામની સાગર પાર્ક સોસાયટીમાં રહેતાં મહેશ રાઠોડના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયાં હતાં. તેમના મકાનમાંથી 2 લાખની ચોરી થયાનું બહાર આવ્યું છે.જ્યારે અન્ય એક ચોરીના બનાવમાં જી.આઈ.ડી.સી.માં આવેલ જલધારા ચોકડી પાસે રહેતા વિકાસ સાલુંકેના મકાનમાંથી 1.20 લાખની ચોરી થઇ છે.

  ત્રીજા બનાવમાં અંકલેશ્વરમાં ડીવાયએસપી કચેરીની બાજુમાં આવેલા મકાનમાંથી પણ 11 લાખ રૂપિયા ઉપરાંતની ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસ રાત્રિ પેટ્રોલિંગ વધારે તેવી સ્થાનિક  માંગણી કરી રહયાં છે

(11:19 pm IST)