Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

વિરમગામ ટાઉન-રૂરલ પોલીસ પરીવાર દ્વારા આયોજિત સાર્વજનિક નવરાત્રી મહોત્સવમાં જામી ગરબાની રમઝટ

પોલીસ લાઇનમાં આયોજિત સાર્વજનિક નવરાત્રી મહોત્સવમાં જગત જનની માઁ આદ્યશક્તિની આરાધના

વિરમગામ:શહેરમાં નવરાત્રી મહોત્સવમાં ગરબા રમવા ખેલૈયાઓનો થનગનાટ જોવા મળી રહ્યો છે. વિરમગામ પંથકમાં ગરબા મહોત્સવમાં પ્રથમ બે દિવસ વરસાદના કારણે અનેક ખેલૈયાઓ નિરાશ થયા હતા પરંતુ ત્રીજા નોરતાથી વરસાદે વિરામ લેતા ખેલૈયાઓ મુન મુકીને ગરબે ઘુમી રહ્યા છે

  . વિરમગામ ટાઉન/રૂરલ પોલીસ પરીવાર દ્વારા પોલીસ લાઇનમાં  આયોજિત સાર્વજનિક નવરાત્રી મહોત્સવમાં જગત જનની માઁ આદ્યશક્તિ અંબાજી માતા સહિતના માતાજીની આરાધનાના મહાપર્વ નવરાત્રીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે અને સમૂહ આરતીમા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે. પોલીસ લાઇનમાં સાર્વજનિક નવરાત્રી મહોત્સવમાં ગરબાની રમઝટ જામી છે અને અનેક ખેલૈયાઓ ગરમે ઘુમી રહ્યા છે.

  આ ઉપરાંત વિરમગામ શહેરમાં  શેરી ગરબા સાથે વિવિધ મંડળો અને ગ્રુપ દ્વારા અનેક જગ્યાઓ પર નવરાત્રી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખેલૈયાઓ દ્વારા ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે અને જગત જનની આધ્યશક્તિની આરાધના કરી રહ્યા છે.

(8:33 pm IST)