Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

મહેમદાવાદના મોદજમાં પરિણીતાએ પુત્રીને જન્મ આપતા સાસરિયાઓનો ત્રાસ: સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

મહેમદાવાદ: તાલુકાના મોદજમાં રહેતી એક પરિણીતાને પુત્રી જન્મતા પતિ તેમજ સાસરીયાઓ દ્વારા પુત્રના બદલે પુત્રીને જન્મ આપનાર પરિણીતા પર ત્રાસ ગુજારવાનો શરૂ કરતાં પરિણીતાએ પતિ તેમજ સાસરીયાઓ સામે પોલીસમાં ફરીયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

કઠલાલ તાલુકાના ગાડવેલમાં રહેતાં ગીરીશભાઈ ચૌહાણની પુત્રી તેજલબેનના લગ્ન દશેક વર્ષ અગાઉ મહેમદાવાદ તાલુકાના મોદજમાં રહેતાં ગીરીશભાઈ દિનુભાઈ ચૌહાણ સાથે જ્ઞાતિના રીતરીવાજ મુજબ થયાં હતાં. લગ્ન બાદ તેજલ-ગીરીશનું શરૂઆતનું લગ્નજીવન સુખમય પસાર થયુ હતું. જેના ફળ સ્વરૂપે તેઓને એક પુત્રી જન્મી હતી. જે બાદ તેજલના પતિ ગીરીશભાઈ, સસરાં દિનુભાઈ, સાસુ શારદાબેન, દિયર રાજેશભાઈ અને દેરાણી -મીબેન ભેગા મળી ત્રાસ આપવાનો ચાલુ કર્યો હતો. ઘરકામ તેમજ અન્ય કોઈ બાબતોએ તેજલનો વાંક કાઢી તેની સાથે ઝઘડો કરી મારઝુડ કરી શારીરીક તેમજ માનસિક ત્રાસ આપતાં હતાં. ઉપરાંત તુ પુત્રીઓને જન્મ આપે છે તેવા મ્હેણાટોણા પણ મારતાં હતાં. જો કે ઘર સંસાર બગડે નહી તે હેતુથી તેજલબેન પતિ તેમજ સાસરીયાઓનો ત્રાસ મુંગા મોઢે સહન કરતી હતી. આજથી બે-અઢી મહિના અગાઉ તેજલબેન ઘરે એકલા હતાં. તે વખતે તેના સસરાં દિનુભાઈએ એકલતાનો લાભ લઈ તેજલબેનને પકડી લઈ તેના કપડાં ફાડી નાંખ્યાં હોવાનો આક્ષેપ ફરીયાદમાં કરવામાં આવ્યો છે.

(5:44 pm IST)