Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

ખેડા જિલ્લામાં જુદા-જુદા પાંચ ગમખ્વાર અકસ્માત: 1નું કમકમાટીભર્યું મોત: પાંચને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા

ખેડા: જિલ્લામાં વણોતી, જીભઈપુરા, નેનપુર ચોકડી નજીક, કઠલાલ બસસ્ટેન્ડ પાસે તેમજ પીઠાઈ ટોલપ્લાઝા નજીક સર્જાયેલા અકસ્માતના જુદા-જુદા પાંચ બનાવોમાં એકનું મોત થયું હતુ. જ્યારે પાંચને ઈજાઓ તતાં તેમને સારવાર માટે હોસ્પીટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. બનાવો અંગે જે તે પોલીસ મથકોએ ગુનાઓ દાખલ થવા પામ્યા હતા.

અંગે મળતી માહિતી મુજબ ઠાસરા તાલુકાના વણોતી તાબે જુના મુવાડામાં રહેતાં ભરતભાઈ રઈજીભાઈ પરમારનો એકનો એક પુત્ર કૃણાલ ઉર્ફે બાબર પરમાર (ઉં. ૨૧) ડાકોરમાં આવેલ સિધ્ધિ વિનાયક નર્સીગ કોલેજમાં પટાવાળા તરીકે નોકરી કરે છે. ગતરોજ મોડી સાંજે સાડા આઠ વાગ્યાના અરસામાં ડાકોર-ઠાસરા રોડ પર આવેલ વણોતી જુના મુવાડા તરફ જવાના રસ્તાના પાટીયા પાસેથી જતો હતો. તે વખતે પુરપાટ ઝડપે પસાર થતી સાણંદ-ઝાલોદ રૂટની એસટી બસ નં. જીજે-૧૮, ઝેડ-૪૩૧૧ના ચાલકે કૃણાલને અડફેટે લીઘા બાદ એસટી બસનો ચાલક પોતાની બસ ઘટનાસ્થળે મુકી ભાગી છુટ્યો હતો. બસની ટક્કર વાગવાથી કૃણાલને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.

(5:43 pm IST)