Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

પેટલાદમાં સાયકલ લઈને કામે જતા મજૂરનું કારની હડફેટે કમકમાટીભર્યું મોત: કાર ચાલક વિરુદ્ધ ફરિયાદના આધારે ગુનો દાખલ

પેટલાદ: તાલુકાના રૂપિયાપુરા ગામે આવેલા વણકરવાસમાં રહેતા રેવાભાઈ મથુરભાઈ વણકર ગઈકાલે સવારના ૧૧ વાગ્યાના સુમારે સાયકલ લઈને કામ અર્થે સીમરડા ગામની બેન્કમાં જવા નીકળ્યા હતા. તેઓ રૂપિયાપુરા તાબે -મીપુરા પાસે આવેલી પ્રાથમિક શાળા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલી વેગનઆર કાર નંબર જીજે-૨૩, ૯૦૦૯ના ચાલકે ટક્કર મારતાં તેમને માથામાં તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી.

અકસ્માતની જાણ થતાં આસપાસના રહીશો તુરંત મદદે દોડી આવ્યા હતા અને ઘવાયેલા રેવાભાઈને સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. જ્યાં બપોરના સુમારે તેમનું મોત થયું હતુ. અંગે પેટલાદ રૂરલ પોલીસે કારના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

(5:42 pm IST)