Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

આણંદ તાલુકાના વેરાખાડીમાં યુવતીએ સગપણ તોડી નાખવાનું કહેતા ઉશ્કેરાયેલ ભાવિ ભરથારે ઝઘડો કરી યુવતીને લાકડાના ફટકા મારતા સારવાર અર્થે ખસેડાઇ

આણંદ: તાલુકાના વેરાખાડી ગામે રહેતી એક યુવતીએ સગપણ તોડી નાંખવાનું કહેતા ઉશ્કેરાયેલા ભાવી ભરથારે ઝઘડો કરીને માથામાં લાકડાનો ફાચરો મારતાં યુવતીને સારવાર માટે વાસદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર વેરાખાડી ગામે આવેલા આંબલીવાળા ફળિયામાં રહેતી ૧૯ વર્ષીય તમન્નાબાનુ આબેદઅલી સૈયદનું સગપણ હાડગુડ ગામે રહેતા આરીફ ઈનાયતઅલી સૈયદ સાથે થયું હતુ. સગપણ બાદ આરીફ તમન્નાને તું ફોન પર બહુ વાત કરતી નથી અને ફરવા પણ આવતી નથી તેમ જણાવીને દબાણ કરતો હતો જેથી યુવતીએ ઘરે વાત કરતાં સગપણ તોડી નાંખવાનું જણાવ્યું હતુ. જેથી આરીફ ઉશ્કેરાઈ ગયો હતો અને આજે સવારના સાડા અગિયાર વાગ્યાના સુમારે વેરાખાડી ગામે રહેતી તેની બહેન ફિરદોશને ત્યાં આવ્યો હતો અને તમન્નાને ત્યાં મળવા માટે બોલાવી હતી. તમન્ના ફિરદોશના ઘરે જતાં ફિરદોશ મારે કામ છે તેમ કહીને નીકળી ગઈ હતી. તરફ આરીફે જો તુ સગપણ તોડી નાંખીશ તો હું મરી જઈશ અને તને પણ મારી નાંખીશ, તારો વીડીયો બનાવીને બદનામ કરી દઈશ તેવી ધમકીઓ આપીને ઝપાઝપી કરવા લાગ્યો હતો. જેથી ગભરાઈ ગયેલા તમન્ના પોતાના ઘરે આવતી રહી હતી.

(5:41 pm IST)