Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

સાબરકાંઠા જિલ્લાના રસ્તાઓ બિસ્માર હાલતમાં: વરસાદમાં તંત્રએ બનાવેલ રોડ હલકી કક્ષાના હોવાના કારણે ધોવાયા: લોકોને અવરજવર કરવામાં હાલાકી

સાબરકાંઠા: જિલ્લામાં બે દિવસ અગાઉ પડેલા ભારે વરસાદને પગલે શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં તંત્રએ બનાવેલા રોડ હલકી કક્ષાના હોવાને કારણે વરસાદી પાણીથી ધોવાઈ ગયા છે. જેને લઈને અનેક ઠેકાણે રોડ પર મોટા ખાડા પડી ગયા છે.

ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વરસાદને કારણે રોનક બદલાઈ ગયેલા કેટલાક રસ્તાઓ પરથી રાત્રે વાહનચાલકોને નિકળવુ પણ મુશ્કેલ બની ગયું છે. જોકે તંત્ર પોતાની પોલ છુપાવવા માટે  થીંગડા મારી રહ્યું છે. પરંતુ જો ફરી પાછો વરસાદ પડશે તો થીંગડાવાળા રસ્તાઓ ધોવાઈ જશે. જિલ્લાના હિંમતનગર સહિત દરેક તાલુકાના મોટાભાગના રસ્તાઓની હાલત બિસ્માર છે.

(5:40 pm IST)