Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

મહેસાણામાં આંબેડકર બ્રિજ ઝડપી બનાવવા માટે કેલક્ટરનો આદેશ: રિપેરિંગનું કામ ઝડપી થશે શરૂ

મહેસાણા: આરએન્ડ બી અને રેલવે કરોડોના ખર્ચે આબેડકર બ્રીજ બનાવ્યો છે. જેનું ઉદ્ઘાટન નાયબ મુખ્ય મંત્રીના હસ્તે થોડાક સમય પહેલા થયું હતું. પરંતુ કડવી વાસ્તવીકતા છે કે બ્રીજના ચાલુ વર્ષે પડેલા વરસાદથી એક ફુટ જેટલા ખાડાઓ પડી ગયા છે. અને અમુક જગ્યાએ ખીલાસળી બહાર આવી ગઇ હતી. અંગેના અખબારી અહેવાલો બાદ તંત્રએ રાબેતા મુજબ ઠીગળ મારવાનું કામ કર્યું હતું. પરંતુ ચાર દિવસ પહેલા પહેલા વરસાદે ફરી તંત્ર ની પોલ ખોલી નાખી ફુટ ફુટના ખાડા પાડી દીધા હતા. અંગે સ્થાનિક યુવકને કલેકટરને રજુઆત કરતા કલેકટરે ઝડપથી બ્રીજ બનાવા આરએન્ડ બી ને આદેશ કર્યો છે.

મહેસાણાના વિસનગર લીંક રોડ પર આવેલ આંબેડકર ઓવરબ્રીજ પર ખાડા પડી જતા વાહનચાલકો પરેશાન થઈ ઉઠયા છે ત્યારે મામલે સ્થાનિક યુવાનો દ્વારા કલેક્ટરને લેખિતમાં રજુઆત કરી હતી. જે સંદર્ભે કલેક્ટરે આર એન્ડ બી ને મામલે નિયમાનુસાર કાર્યવાહી કરવા આદેશ કર્યો છે.મહેસાણાના વિસનગર લીંક રોડ પર ૧૬ કરોડના ખર્ચે ઓવરબ્રીજનું નિર્માણ થયું છે. જોકે વરસાદ બાદ ઓવરબ્રીજ પરનો રોડ તુટી જઈ ખાડા પડી જતા વાહનચાલકો ભારે પરેશાન થયા છે ત્યારે વિસ્તારના યુવાનો પંકજ પરમાર, વનરાજ પરમાર સહિત યુવકોએ સપ્તાહ પૂર્વે કલેક્ટરને આવેદનપત્ર સોંપી બ્રીજનો રોડ પુનઃ બનાવવા માંગ કરી છે અને જો માંગ સ્વીકારાય તો આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. જોકે રજુઆત બાદ કલેક્ટરે મહેસાણા આર એન્ડ બી સ્ટેટને ઓવરબ્રીજની કામગીરી મામલે સત્વરે નિયમાનુસાર કાર્યવાહી કરવા આદેશ કર્યો છે.

(5:39 pm IST)