Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

ખેડા તાલુકામાં બહેનોએ પ્લાસ્ટિકના વપરાશ સામે નવી તરકીબ શોધી કાઢી: કાગળની બેગ બનાવી વેપારીઓમાં કર્યું વિતરણ

ખેડા: તાલુકાના નાયકા ગામની બહેનોએ પ્લાસ્ટીકના વપરાશ સામે નવો ચિલોચાતર્યો છે. ગામની બહેનો પ્લાસ્ટીકના વપરાશની સામે કાગળની બેગ બનાવીને ગામના વહેપારીઓને આપે છે.ગામના ઉકરડા થી ખેતર સુધી પહોચેલા પ્લાસ્ટીકનો વપરાશ બંઘ થાય તે માટે ગામની બહેનોએ ભેખ ધરી છે.

ગામડાની નાની નાની હાટડીઓમાં કરીયાણુ લેવા આવનાર ગ્રામજનોને પ્લાસ્ટીક ના ઝભલામાં માલસામાન આપવાથી ગામની ભાગોળના ઉકરડામાં ઢગલામાં થોકબંધ પ્લાસ્ટીક ઠલવાતુ હોય છે.છાણપૂળાના વાસીદાના ઢગલા વર્ષાન્તે કોહવાઇને દેશી છાણીયુ ખાતર તૈયાર થતુ હોય છે.ગ્રામ્ય પશુપાલકો ખેડુત પરિવારો દ્વારા પાક ના વાવેતર પહેલા ઢગલામાં તૈયાર થયેલુ ખાતર ઉઠાવીને પોતાના ખેતરોમાં પાથરી દેતા હોય છે.પરંતુ પ્લાસ્ટીક યુગની શરૂઆતમાં પ્લાસ્ટીકની આઇટ વાપરવામાં ખુબ સરળ લાગતો હતો. કાગળની સામે એકસો ટકા વધી ગયો હતો.

(5:37 pm IST)