Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

પાદરામાં 12.60 લાખની કિંમતનું કાચું સોનુ ઓગાળવા માટે લઇ જઈ પેઢીનો કર્મચારી રફુચક્કર થઇ જતા પોલીસ ફરિયાદ

પાદરા: શહેરના અફીણવાળા ખાંચામાં રૂ.૧૨.૬૦ લાખ કિંમતનું કાચું સોનું  ઓગાળવા માટે મેળવી પેઢીનો કર્મચારી ફરાર થઇ ગયો છે.

પાદરાના રાધેકૃષ્ણ કોમ્પલેક્ષમાં રહેતા સંતોષભાઈ શંકરભાઈ પવાર (રહે.તારલે તા.પાટણ જીલ્લો મહારાષ્ટ્ર) પાદરાના અફિણવાળા ખાંચામાં આર.એન.કોમ્પલેક્સમાં શ્રી સાંઈ ટચ તથા શ્રી અંબર કોમ્પલેક્સમાં આવેલ સાંઈ ટચ રીફાઈનરી નામની દુકાન ધરાવે છે. પેઢીમાં ઝવેરીઓ પાસેથી સોના ચાંદીના  દાગીના લઈ  શુધ્ધતા ચેક અને રીફાઈન કરી પરત આપી મજુરી મળે તેનાથી ગુજરાન ચલાવતા હતા.

(5:35 pm IST)