Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

ગાંધીજીની 150મી જન્મ જયંતી નિમિતે અમદાવાદ મનપા દ્વારા મોટી માત્રામાં પ્લાસ્ટિકનો કચરો એકઠો કર્યો:શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા જનજાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા

અમદાવાદ:ગાંધીજીની ૧૫૦ મી જન્મજ્યંતિ નિમિત્તે બુધવારે અમદાવાદ મ્યુનિ.કોર્પોરશન દ્વારા શહેરભરમાંથી મોટી માત્રામાં પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરવામાં આવ્યો હતો. શાળા, કોલેજ, ઔદ્યોગિક એકમો, રોડ-રસ્તા, બગીચા સહિતના તમામ જાહેર સ્થળોએથી વેસ્ટ એકત્ર કરીને શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની નેમ સાથે વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો  પણ આયોજીત  કરાયા  હતા. છેલ્લા બે દિવસમાં શહેરમાં ૯૦૦થી વધુ સરઘસ, રેલી સહિતના જનજાગૃતિના કાર્યક્રમો આયોજીત કરાયા હતા.

પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન હેઠળ સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ પર તા. ઓક્ટોબરથી સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. શહેરમાં આવેલી તમામ ૩૭૯ મ્યુનિ.શાળાઓમાં પણ પ્લાસ્ટિક વેસ્ટ એકત્ર કરવાનું અભિયાન આરંભાયું છે. જેમાં તમામ સ્કૂલોના બાળકોને ઘરે પણ પ્લાસિટકનો કચરો લાવીને મ્યુનિ.શાળાની ડસ્ટબિનમાં ઠાલવવા અપીલ કરાઇ છે.

(5:34 pm IST)