Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

ગુજરાતમાં ૧ર૦ ડેમ છલકાયાઃ પ૦થી વધુ ડેમોમાં ૭૦%થી વધુ પાણી

રાજયના કુલ ર૦૪ ડેમોમાં ૯૪.પર% પાણીઃ ગયા વર્ષે માત્ર પ૪.૮૧% જ પાણી હતુ

ગાંધીનગર, તા. ૩ : રાજયમાં ચોમાસાની ઋતુ દરમિયાન રાજયમાં સરેરાશ ૧૪૦.૯૮ ટકા વરસાદ થયો છે. જેના પરિણામે રાજયના ૨૦૪ જળાશય-ડેમમાંથી ૧૨૦ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા છે એટલે કે છલકાયા છે. જયારે ૫૫ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય તેની કુલ સંગ્રહશકિતના ૯૮.૨૬ ટકા ભરાયો છે તેમ, રાજયના જળ સંપત્ત્િ। વિભાગ, ગાંધીનગરના તા.૩ ઓકટોબર-૨૦૧૯ના સવારે ૮.૦૦ કલાક સુધીના અહેવાલમાં જણાવાયું છે.

આ ઉપરાંત ઉત્ત્।ર ગુજરાતના ૧૫ જળાશયોમાં હાલની સ્થિતિએ ૭૪.૨૧ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૮.૪૫ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૯૯.૪૨ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૭૬.૬૩ ટકા તેમજ સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૯૧.૯૬ ટકા આમ રાજયમાં કુલ-૨૦૪ જળાશયોમાં ૯૪.૫૨ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે આજ દિવસે એટલે કે ૩જી ઓકટોબર- ૨૦૧૮ની સ્થિતિ ૫૪.૮૧ ટકા પાણીનો જથ્થો સંગહાયેલો હતો. રાજયમાં હાલમાં મુખ્યત્વે સરદાર સરોવર ડેમમાં ૨,૫૦,૧૫૫ કયુસેક, વણાકબોરીમાં ૭૬,૦૦૦ કયુસેક, કડાણામાં ૬૨,૮૭૦ કયુસેક, ઉકાઇમાં ૩૯,૪૮૫ કયુસેક તેમજ ભાદર-રમાં ૧૬,૮૫૩ કયુસેક પાણીની આવક થઇ રહી છે તેમ અહેવાલમાં વધુમાં જણાવાયું છે.

રાજયના કચ્છ ઝોનમાં મોસમનો સરેરાશ ૧૭૩.૧૭ ટકા, ઉત્ત્।ર ગુજરાત ઝોનમાં સરેરાશ ૧૧૮.૨૦ ટકા, પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં સરેરાશ ૧૨૮.૩૩ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં સરેરાશ ૧૪૮.૨૨ ટકા અને દક્ષેણ ગુજરાત ઝોનમાં સરેરાશ ૧૪૩.૭ ટકા વરસાદ સાથે રાજયનો કુલ વરસાદ ૧૧૫૦.૪૧ મી.મી. એટલે કે સરેરાશ ૧૪૦.૯૮ ટકા નોંધાયો હોવાનું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવાયું છે.

(3:45 pm IST)